શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશોત્સવ
Written By
Last Modified: બુધવાર, 27 ઑગસ્ટ 2014 (17:56 IST)

ગણેશોત્સવ : ગણેશ સ્થાપના શુભ મુહુર્ત

ગણેશ સ્થાપના શુક્રવારે 29 ઓગસ્ટના દિવસે થશે. ગણેશ વિસર્જન સોમવારે 8 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ રીતે 11 દિવસ સુધી ગણેશોત્સવ ચાલશે. ગણેશ સ્થાપના મુહુર્ત શુભ સમયે જ કરવુ જોઈએ. દેવોના દેવ ભગવાન ગણેશ બધા શુભ કાર્યમાં પ્રથમ પુજ્ય માનવામાં આવે છે. આ વખત ગણેશ સ્થાપના શુક્રવારે છે. આ દિવસ હસ્ત નક્ષત્ર યોગ શુભ અને કરણ વણિજ હોવાથી અત્યંત શુભ છે. 
 
ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીને માતા પાર્વતીજીએ પ્રકટ કર્યા. બપોરનો જન્મ હોવાથી સ્થાપના પણ બપોરે શુભ, લાભ, અમૃત ચોઘડિયામાં કરવામાં આવે છે. 
 
શુભ મંગળકારી મુહુર્ત - આ વખતે શુભ ચોઘડિયા બપોરે 12.10 થી 1.25 સુધી છે. સ્થાપના માટે આ ઉત્તમ અને અત્યંત શુભ સમય છે. 
 
આ દિવસે રાત્રે ચન્દ્ર દર્શન કરવાથી મિથ્યા કલંક લાગે છે. તેથી ચંદ્ર ભૂલથી જોવાય જાય તો તેના નિવારણ માટે સ્યમન્તકની કથા સાંભળવી જરૂરી છે. 
 
વ્રતના દિવસે સવારે સ્નાનવગેરે કરીને 'मम सर्वकर्मसिद्धये सिद्धिविनायकपूजनमह करिष्ये'નો સંકલ્પ કરીને સ્વસ્તિક મંડળ પર માટી અથવા ધાતુ વગેરેથી નિર્મિત મૂર્તિ સ્થાપન કરી વિધિપૂર્વક પૂજન કરો અને પછી 12 નામ પૂજા નએ 21 પત્ર પૂજા કરીને ધૂપ દીપથી બાકીના ઉપચાર સંપન્ન કરો. અંતમા 21 મોદક અર્પણ કરી નિમ્નલિખિત મંત્રથી પ્રાર્થના કરો.  
 
 ‘विघ्नानि नाशमायान्तु सर्वाणि सुरनायक, कार्य मे सिद्धिमायातु पूजिते त्वयि धातरि’ 
 
મોદકના પ્રસાદનુ વિતરણ કરો. 
 
ગણેશજીનુ આ રીતે ધ્યાન કરો. 
 
गजाननं भूतगणादिसेवितं
कपित्थजम्बुफलचारूभक्षणम।
उमासुतं शोकविनाशकारकं
नमामि विघ्नेश्वरपादपकंजम।।
 
ગણપતિના સિદ્ધ મંત્ર 
 
*  ॐ गं गणपतये नमः
 
*  ॐ नमो सिद्धिविनाकाय सर्वकार्याणि सर्वविघ्नप्रशमनाय सर्वराज्यवशीकरणाय श्री ॐ स्वाहा।
 
* विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धिताय।
नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथाय नमो नमस्ते।।