શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|

ચૂંટણીનું તબક્કાવાર ટાઇમ ટેબલ

દેશભરમાં જેની કાગડોળે રાહ જોવાય રહી હતી તે ૧૬મી લોકસભાની ચૂંટણીઓની તારીખોનું એલાન ભારતીય ચૂંટણી પંચે કરી નાખ્‍યું છે. ૭ એપ્રિલથી ૧૨ મે ૨૦૧૪ સુધીમાં ૯ તબક્કામાં લોકસભા ચૂંટણી સંપન્‍ન કરવામાં આવશે. ચૂંટણીનું રણશીંગુ ફૂંકાય જતાં હવે તમામ પક્ષોએ યુધ્‍ધની તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. વડાપ્રધાન પદની ખુરશી ઉપર સ્‍થાનગ્રહણ કરવા માટે ભાજપનાં ઉમેદવાર નરેન્‍દ્ર મોદી, કોંગ્રેસનાં યુવા નેતા રાહુલ ગાંધી અને શકિતશાળી પ્રાદેશિક પક્ષો વચ્‍ચે યુધ્‍ધ રેખાઓ ખેંચાઇ ગઇ છે. ૧૬ મે ૨૦૧૪નાં તમામ બેઠકોની એકીસાથે મતગણતરી થશે અને દેશનાં રાજકીય ભવિષ્‍યનું ચિત્ર સ્‍પષ્‍ટરીતે ઉભરી આવશે. લોકસભા ચૂંટણીની સાથોસાથ ઓડિશા, આંધ્રપ્રદેશ અને સિક્કીમમાં વિધાનસભા ચૂંટણીઓ પણ યોજાશે. તારીખોની જાહેરાતની સાથે જ કેન્‍દ્ર અનેરાજ્‍ય સરકારો માટે અને રાજકીય પક્ષો માટે તાત્‍કાલિક અસરથી આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. ગુજરાતમાં એક જ તબક્કે તમામ બેઠકો માટે મતદાન યોજાશે.

ચૂંટણીનું તબક્કાવાર ટાઇમ ટેબલ


તબક્કોતારીખરાજ્‍યબેઠકો
1૭ એપ્રિલ અસમ(૫), ત્રિપુરા(૧) કુલ બેઠકોઃ ૬
2૯ એપ્રિલઅરૂણાચલ પ્રદેશ(૨), મણિપુર(૨), મેઘાલય(૨), મિજોરમ(૧), નાગાલેન્‍ડ(૧)કુલ બેઠકોઃ ૭
3૧૦ એપ્રિલઅંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ(૧), બિહાર(૬), ચંદીગઢ(૧), છત્તીસગઢ(૧) હરિયાણા(૧૦), જમ્‍મૂ-કાશ્‍મીર(૧), ઝારખંડ(૫), કેરળ(૨૦), લક્ષદ્વીપ(૧), મધ્‍ય પ્રદેશ(૯), મહારાષ્‍ટ્ર(૧૦), દિલ્‍હી(૭), ઓરિસ્‍સા(૧૦), ઉત્તર પ્રદેશ(૧૦)કુલ બેઠકોઃ ૯૨
4૧૨ એપ્રિલઅસમ(૩), સિક્કિમ(૧), ત્રિપુરા(૧) કુલ બેઠકોઃ૫
5૧૭ એપ્રિલબિહાર(૭), છત્તીસગઢ(૩), ગોવા(૨), જમ્‍મૂ-કાશ્‍મીર(૧), ઝારખંડ(૫), કર્ણાટક(૨૮), મધ્‍ય પ્રદેશ(૧૦), મહારાષ્‍ટ્ર(૧૯), મણિપુર(૧), ઓરિસ્‍સા(૧૧), રાજસ્‍થાન(૨૦), ઉત્તર પ્રદેશ(૧૧) અને પશ્ચિમ બંગાળ(૪)કુલ બેઠકોઃ૧૨૨
6૨૪ એપ્રિલઅસમ(૬), બિહાર(૭), છત્તીસગઢ(૭), જમ્‍મૂ-કાશ્‍મીર(૧), ઝારખંડ(૪), મધ્‍ય પ્રદેશ(૧૦), મહારાષ્‍ટ્ર(૧૯), પોંડુચેરી(૧), રાજસ્‍થાન(૫), તામિલનાડુ(૩૯), ઉત્તરપ્રદેશ(૧૨) અને પશ્ચિમ બંગાળ(૬)કુલ બેઠકોઃ૧૧૭
7૩૦ એપ્રિલ આંધ્ર પ્રદેશ(૧૭), બિહાર(૭), દાદર અને નગર હવેલી(૧), દમણ અને દિવ(૧), ગુજરાત(૨૬), જમ્‍મૂ-કાશ્‍મીર(૧), પંજાબ(૧૩), ઉત્તર પ્રદેશ(૧૪), પશ્ચિમ બંગાળ(૯)કુલ બેઠકોઃ૮૯
8૭ મે આંધ્ર પ્રદેશ(૨૫), બિહાર(૭), હિમાચલ પ્રદેશ(૪), જમ્‍મૂ-કાશ્‍મીર(૨), ઉત્તર પ્રદેશ(૧૫), ઉત્તરાખંડ(૫) અને પશ્ચિમ બંગાળ(૬)કુલ બેઠકોઃ૬૪
9૧૨ મેબિહાર(૬), ઉત્તર પ્રદેશ(૧૮) અને પશ્ચિમ બંગાળ(૧૭)કુલ બેઠકોઃ૪૧



૧૬મી મેના રોજ પરીણામો આવશે

હાઈપ્રોફાઈલ બેઠકોની તારીખ


રાય બરેલી - ૩૦મી એપ્રિલ

અમેઠી - ૭મી મે

પટણા - ૧૭ એપ્રિલ

મુંબઈ - ૨૪ એપ્રિલ

ભોપાલ/જયપુર - ૧૭ એપ્રિલ

કોલકતા - ૧૨મી મે

લખનઉ અને કાનપુર - ૩૦મી એપ્રિલ

અલ્લાહબાદ - ૭મી મે

વારાણસી - ૧૨મી મે

અમદાવાદ/ગાંધીનગર-૩૦મી એપ્રિલ

ગોરખપુર - ૧૨મી મે

મૈનપુર - ૨૪મી એપ્રિલ