શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 16 મે 2014 (14:39 IST)

જીતની ખુશી વડનગરમાં-મળી રહ્યા છે મફતમાં ચા અને શાકભાજી

વડનગરના એક શાકભાજીના વેપારીએ નરેન્દ્રભાઇની જીતના માનમાં શુક્રવારે 9 થી 12 સુધી વ્યિક્તિ દીઠ મફ્ત શાકભાજી આપી હતી. આ અંગે જયઅંબે શાકમાર્કેટ નામની દુકાન ધરવતા પ્રકાશભાઇ રાવળે જણાવ્યું હતું કે વડનગરના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ દેશનું સુકાન સંભાળવા જઇ રહ્યા છે. શહેરમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે આ ખુશીમાં સામેલ થવા માટે અમે દરેક વ્યક્તિને શુક્રવારે 9 થી 12 સુધી મફ્ત શાકભાજી આપવાની જાહેરાત કરી હતી.
 
લોકસભા ચૂંટણીના પરિણામો ધીમેધીમે જાહેર થવા લાગ્યા છે ત્યારે વડોદરા બેઠક પરથી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ જીત મેળવી છે ત્યારે તેમના ગામ વડનગરમાં જશ્નનો માહોલ છે. જેમાં વડનગરમાં આખો દિવસ મફત શાકભાજી આપી રહ્યા છે અને સાથે સાથે ચા પણ મફત આપી રહ્યા છે. આ ઉપરાંત ફટાકડાં પણ ફોડવામાં આવી રહ્યા છે. મોદીના ગામ વડનગરમાં જ્યાં શાકભાજી મળી રહી છે ત્યાં બહુ જ ભીડ છે અને શાકભાજી લેવા માટે લાઈનો લાગી છે અને ચાની કીટલી પર પણ ચા પીવા માટે લોકો ઉમટ્યાં છે.
 
નરેન્દ્ર મોદીની જીતના વિશ્વાસ માટે તેમના માદરે વતન વડનગરમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. સમગ્ર વડનગરવાસીઓ નાત-જાતના ભાદ ભૂલી જીતનો જશ્ન મનાવી રહ્યા છે ત્યારે શહેરના સંભરવાડા વિસ્તારના મુસ્લિમ બિરાદરોએ દરગાહમાં ખુદા પાસે નરેન્દ્રભાઇની જીત માટે બંદગી કરી હતી અને તેઓની જીતના માનમાં હુસેન મરીના 500 જેટલા મુસ્લિમ બિરાદરો અજમેર જઇ ચઢાવી માનતા કરશે.
 
આજે વડનગરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી જોવા મળી રહ્યો છે. સૌ નગરજનો હરખથી વધાવવા તલપાપડ બન્યા હતા. સેંભરવાડા પઠાણ જમાતના પ્રમુખ બિસ્મીલ્લાખાન અને અગ્રણી ભૂરાભાઇ પઠાણે જણાવ્યુ હતું કે નરેન્દ્રભાઇ મોદી જરૂર વડાપ્રધાન બનશે. અને તેમની જતના માનમાં હુસેન સમિતિના 500 મુસ્લિમ બિરાદરો અજમેર જઇ ચાદર ચઢાવી માનતા પૂરી કરશે.