શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 14 માર્ચ 2014 (18:43 IST)

જો મોદી પીએમ બનશે તો દેશ સળગી ઉઠશે - યોગેન્દ્ર યાદવ

W.D
પાર્ટીના પ્રવક્તા યોગેન્દ્ર યાદવે બીજેપીના પીએમ કેંડીડિટ નરેન્દ્ર મોદી વિરુદ્ધ તીખો હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે જો નરેન્દ્ર મોદી પીએમ બનશે તો દેશમાં આગ લાગી જશે.

દેશના જાણીતા રાજનીતિક વિશ્લેષક અને આપ નેતા યોગેન્દ્ર યાદવે હરિયાણાના મેવાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપી વિરુદ્ધ હુમલો કર્યો છે. રાજસ્થાન બોર્ડર સાથે જોડાયેલ મુસ્લિમ બહુલ વિસ્તારમાં લગભગ 16 કલક સુધી કૈપેન દરમિયાન તેમણે નરેન્દ્ર મોદીને જ પોતાના નિશાન પર રાખ્યા. તેમણે કહ્ય કે જો નરેન્દ્ર મોદી દેશના પીએમ બનશે તો મુસલમાનોથી વધુ હિંદુઓ માટે ખતરનાક રહેશે.

મેવાત રીઝનના ગઉ ગામમાં લગભગ 60 લોકોને સંબોધિત કરતા યોગેન્દ્ર યાદવે કહ્યુ કે મેવાતને જુદો જીલ્લો બનાવવાની માંગને લઈને આંદોલન શરૂ થઈ ચુક્યુ છે. તેમણે કહ્યુ 'હુ તમારી સાથે અહી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે લડતો રહ્યો છુ, પણ દુર્ભાગ્યવશ આજે હુ આ મુદ્દા પર વાત નથી કરી શકતો. આજે એક મોટુ સંકટ છે અને તે સંકટનુ નામ છે નરેન્દ્ર મોદી. એક કઠોર માણસ જે દેશના ભાગલા કરવા ઈચ્છે છે. એક એવો માણસ જે ભાઈઓ વચ્ચેના કડવાશને પ્રોત્સહન આપશે.'

યોગેન્દ યાદવે, 'આ પ્રથમ તક નથી જ્યારે હુ નરેન્દ્ર મોદી વિશે બોલી રહ્યો છુ. હુ મોદી વિરુદ્ધ દરેક પ્લેટફોર્મ પર બોલુ છુ. લોકો કરપ્શનમાં મોદીના રોલ વિશે વધુ સાંભળવા માંગે છે. પણ અહી હાજર લોકો માટે એક ખાસ મુદ્દો છે જે સીધે સીધો તેમની સાથે સંકળાયેલો છે.

આપ પ્રવક્તાએ લોકોને આઈએનએલડીને વોટ ન કરવાને લઈને પણ સાવચેત કર્યા. યોગેન્દ્ર યાદવે કહ્યુ કે આઈએનએલડી આ ઈલેક્શનમાં બીજેપીને સપોર્ટ કરશે. તેમણે કહ્યુ કે બની શકે છે કે તમારો વોટ કમળને ન મળે પણ જો તમે આઈએનએલડી માટે વોટ કરશો તો ત ઓ એ કમળમાં વોટ જવા જેવુ જ થશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે યોગેન્દ્ર યાદવ હરિયાણાની ગુડગાવ સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવર છે જ્યા તેમનો સીધો મુકાબલો રાવ ઈન્દ્રજીત સિંહ સાથે છે. રાવ ઈન્દ્રજીત કોંગ્રેસના પૂર્વ સાંસદ છે જે 2 મહિના પહેલા જ બીજેપીમાં જોડાયા છે.