શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 30 એપ્રિલ 2014 (11:56 IST)

લોકસભા ચુંટણીમાં બહુમતનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે- મોદી

લોકસભા ચુંટણીમાં બહુમતનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે- મોદી

લોકસભા ચુંટણીમાં બહુમતનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે- મોદી

આજે લોકસભા ચુંટણી માટે 7માં તબ્બકાનું મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમએદવાર નરેન્દ્ર મોદીએ સાડા આઠ વાગ્યે રાણીપ વિસ્તારમાં પોતાના મત્તાધિકાર ઉપયોગ કર્યો. જે દરમ્યાન મોટી સંખ્યામાં તેમેના સમર્થકો ઉમટી પડયા હતા. મતદાન કરવા આવેલા ભાજપના પીએમ પદના ઉમએદવાર નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી આ પત્રકાર પરિષદ દરમ્યાન મુખ્યપ્રધાન મોદીએ તેમના હાથમાં કમળનું ચિહ્ન સાથે રાખીને પત્રકારો ને સ્થાનિક જનતાને સંબોધન કર્યુ હતું. જેમાં કાંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે મા-દિકરાની સરકાર નહી આવે. દિલ્હી માં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આથી મજબૂત અને સ્થિર સરકાર માટે જનતા મત આપે તે સાથે તેમણે ગુજરાત સહિત દેશની જનતાને શાંતિપૂર્વક મતદાન કરવાની અપીલ કરી.  

નરેન્દ્ર મોદીએ શું કહ્યુ

જ્યારે તમે મતદાન કરો તો નિર્ભયાને યાદ કરજો આપઘાત કરતા ખેડૂતોને યાદ કરજો પાકિસ્તાની સૈનિકો જેમના માથા વાઢીને લઈ ગયા તે જવાનોને યાદ કરીને બેરોજગાર યુવાનોઅને ન ભૂલતા તમારા ભવિષ્ય માટે મતદાન કરજો.

કાંગ્રેસનો વિરોધ

કાંગ્રેસેનો વિરોધ કર્ય ઓ છે કે મતદાન સમયે આ રીતે રાજકીય ચિહ્ન સાથે રાખીને વાત કરવાને તેઓ આચાર સંહિતાનો  ભંગ ગણાવી રહ્યા છે અને આ મુદ્દે ચુંટણીપંચને ફરિયાદ કરી છે. નોંધનીય છેકે મતદાન બૂથના 100 મિટરના અંદર સુધીના વિસ્તારમાં રાજકીય પ્રચાર અને ચિહ્નનો ઉપયોગ પ્રતિબંધિત છે.

આમ આદમી પાર્ટીનો વિરોધ

આમ આદમી પાર્ટીના નેતા આશુતોશે ભાજપના પીએમ પદના ઉમએદવાર નરેન્દ્ર મોદી પર આચાર સંહિઅતાનો ભંગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે આજે સવારે મતદાન કર્યા બાદ પત્રકાર સાથે વાતચીત કરી હતી. જે દરમ્યાન ભજપનુ ચિહ્ન હાથમાં રાખ્યુ હતુ.

મોદી દેશમાં પરિવર્તન પ્રતિક છે - અમિત શાહ  

ભાજપના નેતા અમિત શાહે કહ્યું કે 16 મેના રોજ મોદી પીએમ બનશે દેશમાં પરિવર્તનનો યજ્ઞ ચાલી રહ્યો છે આ યજ્ઞમાં દેશની જનતા ભાગ લઈ રહી છે મોદી પીએમ બનશે જેથી દેશની
સમસ્યાઓનો અંત આવશે.