‘નમો કે સાથ ચાય પે ચર્ચા' - ૧ ફેબ્રુઆરીથી નરેન્દ્ર મોદીનું અભિયાન

વેબ દુનિયા|

P.R
મિશન ૨૦૧૪ માટે ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર્ મોદી દેશભરમાં ચા ગોઠડીનું આયોજન કરશે અને તેનો પ્રારંભ ગાંધીનગરથી કરશે. ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તેમની ચા વાળાની છબીને તેમની તાકાતમાં ફેરવી નાખવામાં જોતરાઈ ગયા છે.

આ ચા ગોઠડીમાં પક્ષના તમામ જનપ્રતિનિધિ સામેલ થશે. ૧ ફેબ્રુઆરીથી નરેન્દ્ર મોદીનું આ અભિયાન શરૂ થાય એવી શક્યાતા છે. દેશભરનાં ૩૦૦ સંસદીય મતદારક્ષેત્રમાં અંદાજે ૧૦૦૦ ચાની દુકાનથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. મોદી ઈન્ટનરનેટ અને ડીટીએચના માધ્યતમ થકી ત્યાં બેઠેલા લોકો સાથે જોડાશે.

નરેન્દ્ર મોદી એક દિવસમાં પાંચથી આઠ નુક્કડ સભાઓને પણ સંબોધન કરશે જેનો વિષય ‘નમો કે સાથ ચાય પે ચર્ચા' હશે. આ અભિયાન અંતર્ગત મોદી સામાન્યન મુદ્દાઓ પર જનતા સાથે વ્યારપક ચર્ચા કરશે. આ માટે અત્યાનર સુધીમાં ૩૦૦ જેટલી ચાની દુકાનો સાથે વાતચીત થઈ ગઈ છે. સમાજવાદી પક્ષના નેતા નરેશ અગ્રવાલ અને કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર ચા વાળાની પાર્શ્વભૂમિકાને મામલે મોદીને પહેલા જ આડેહાથ લઈ ચૂક્યા છે. જોકે મોદીની આ પહેલ વિરોધીઓને જડબાતોડ જવાબ હોવાનું માનવામાં આવે છે.


આ પણ વાંચો :