શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 22 માર્ચ 2014 (11:57 IST)

NDA જીતશે તો જેટલી બનશે ડિપ્ટી પીએમ - પ્રકાશ સિંહ બાદલ

.
W.D
પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે એક નવુ નિવેદન આપીને બબાલ મચાવી છે. શુક્રવારે અટારીમાં એક રેલી દરમિયાન બાદલે કહ્યુ કે એનડીએ સત્તામાં આવશે તો નરેન્દ્ર મોદી પીએમ બનશે અને અરુણ જેટલી ડિપ્ટી પીએમ બનશે. આ રેલીમાં બાદલની સાથે બીજેપી નેતા અને અમૃતસરથી ઉમેદવાર અરુણ જેટલી પણ હાજર હતા.

સૂત્રોના મુજબ જો બીજેપી બહુમતમાં આવીને સરકાર બનાવે છે તો જેટલીને કોઈ મોટી જવાબદારી જરૂર મળશે. વાજપેયી સરકાર દરમિયાન પણ લો અને કોમર્સ એંડ ડિસઈનવેસ્ટમેંટ જેવા મહત્વપૂર્ણ વિભાગ સંભાળી ચુકેલા જેટલીને મોદી સરકાર બનવાની સ્થિતિમાં પણ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે.

અમૃતસરમાં જેટલીનો સામનો પંજાબના પૂર્વ સીએમ અમરિંદર ગિલ સાથે થશે. આ સીટ પર જેટલીને જીતાવ્વા માટે સમગ્ર બાદલ પરિવાર કામે લાગ્યુ છે. જો કે આ નિવેદનથી બીજેપીના કેટલાક મોટા નેતાઓ નારાજ લાગી રહ્યા છે. આવામાં જ્યારે અનેક નેતાઓ જે ખુદ પીએમ બનવાના સપનાં જોઈ રહ્યા છે તે સમયે જેટલીને મોટી જવાબદારી આપવાની વાતથી દેખીતુ છે કે નેતા નારાજ તો થવાના જ.