શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 5 એપ્રિલ 2014 (11:54 IST)

આજે અડવાણી ગાંધીનગરથી ઉમેદવારી પત્ર દાખલ ભરશે, મોદી પણ હાજર રહેશે

P.R
લોકસભા ચૂંટણીને માટે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આજે ગુજરાતના ગાંધીનગરથી ઉમેદવારી પત્ર દાખલ કરાવશે. અને જ્યારે તેઓ આ ઉમેદવારી પત્ર ભરશે ત્યારે તેમની સાથે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.

ઉમેદવારી પત્ર ભર્યા પછી અડવાણી અને નરેન્દ્ર મોદી બન્ને એક સાથે રેલી કરશે. છેલ્લા કેટલાક મહીનાથી મોદી અને અડવાણીના સંબંધો કડવા થવાની ખબરો આવી હતી આ રેલી એક સંદેશ આપવાનો પ્રયત્ન રણ છે કે પાર્ટીમાં બધું જ બરાબર છે.

2014ની લોકસભા ચૂંટણીના છઠ્ઠા ભાગને માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ એટલે કે આજે ભાજપના બે દિગ્ગજ નેતા રાજનાથ સિંહ અને લાલકૃષ્ણ અડવાણી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરાવશે. પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહ લખનૌ સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરાવશે. તો ત્યાં જ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરથી ઉમેદવારી દાખલ કરાવશે.

બીજી બાજુ કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રી પણ આજે વડોદરાથી ઉમેદવારી પત્રની નોંધણી કરાવશે. મધુસૂદન વડોદરાથી મોદીની વિરૂદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. ત્યાં બીજી બાજુ મતદાનના દિવસો નજીક આવતા જાય છે ત્યારે નેતાઓ તોબડતોડ રેલીઓ કરવામાં લાગ્યા છે. આજે પણ દેશના લગભગ મોટા રાજ્યોમાં રાજકીય દિગ્ગજ મતને માટે લોકોને - આમ જનતાને રિઝવવાનો પ્રયત્ન કરશે.