શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 28 એપ્રિલ 2014 (11:40 IST)

કોંગ્રેસનુ ભાષણ કોમેડી લાગે છે : નરેન્દ્ર મોદી

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ઝાંસી ખાતેથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નિશાને લેતા કહ્યુ કે અત્યાર સુધી થયેલા મતદાનથી સાફ થઈ ગયુ છે કે મા-બેટાની સરકાર ચાલી ગઈ  
 
રાહુલ ગાંધીને નિશાને લેતા કહ્યુ કે રાહુલ સતત ખોટું બોલી રહ્યા છે. મોદીએ સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલને નિશાન લેતા કહ્યુ કે રાહુલ જે પ્રકારે પોતાની રેલીઓમાં ખોટુ બોલી રહ્યા  છે. તેનાથી એવુ લાગે છે કે માના સલાહકાર તેમને ખોંટુ ભાષણ લખીને આપે છે. કાંગ્રેસ સહિત એસપી-બીએસપીને પણ  નિશાને લીધી.
 
આ ઉપરાંત મોદીએ કહ્યુ કે રાહુઅલનુ ભાષણ લખનાર માના સલાહકાર સાથે તેમની બનતી નથી એઅટલે તેમને ખોટા ભાષણો વંચાવામાં આવી રહ્યા છે ઉત્તર પ્રદેશમાં ઝાંસી અને ફતેહપુરમાં રેલીઓને સંબોધિત કરતા મોદીએ  કહ્યુ કે રાહુલ ગાંધીનુ ભાષણ કોમેડી લાગે છે. મોદીએ કહ્યુ કે તમે કપિલ શર્માનો શો ટીવી સીરિયલમાં જોયો હશે તે બંધ થઈ જશે અને તેની જ્ગ્યાએ મનોરંજન માટે ટીવી પર કાંગ્રેસ નેતાઓના ભાષણ દેખાડવામાં આવશે તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી પર હસવુ અને શરમ આવે છે.