શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 5 એપ્રિલ 2014 (18:08 IST)

નરેન્દ્ર મોદી જ બનશે દેશના પીએમ - અડવાણી

W.D
ભારતીય જનતા પાર્ટી(ભાજપા)ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ શનિવારે કહ્યુ કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના આગામી પ્રધાનમંત્રી હશે. અડવાણી લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપાની જીતને લઈને પૂરી તરહ આશાવાદી છે. તેમણે કહ્યુ કે કેન્દ્રમાં આગામી સરકાર ભાજપાના નેતૃત્વમાં બનશે. ગાંધીનગરમાં મીડિયાને સંબોધિત કરતા અડવાણીએ કહ્યુ, મોદી દેશના આગામી પીએમ હશે. તેમણે કહ્યુ કે ગુજરાતથી ચૂંટણી ન લડવા માટે મે ક્યારેય ના નથી પાડી. 1947માં દેશના ભાગલા બાદ તેમણે આ જ ક્ષેત્ર એ આશરો આપ્યો હતો. આજે જેનુ નામ ગુજરાત છે.

આજે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી ગાંધીનગર ખાતે ઉમેદવારી પત્ર ભરવા આવ્યા બાદ ભાજપ કાર્યલાય ખાતે પહોંચ્યા અને ત્યાં કાર્યકર્તાઓ સંબોધ્યાં હતા. જે વખતે નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યાં હતા અને ત્યાર બાદ કલેક્ટર કચેરીએ પહોંચીને ઉમેદવારી પત્ર ભર્યું હતું. જે વખતે નરેન્દ્ર મોદી અને આનંદી બહેન પટેલ હાજર રહ્યાં હતાં. લાલ કૃષ્ણ અડવાણીએ ગાંધીનગર બેઠક સંદર્ભે છેડાયેલા વિવાદ સંદર્ભે કહ્યું હતું કે ગાંધીનગર બેઠકને લઈને પાર્ટીની અંદર કોઈ પ્રકારનો વિવાદ ન હતો. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે ભાજપ જીતશે અને નરેન્દ્ર મોદી પીએમ બનશે. મનમોહન સૌથી કમજોર પીએમ રહ્યાં.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ દેશને કોંગ્રેસ મુક્ત બનાવાની છે. જેથી આપણે દરેક મતદાન મથક જીતવું પડશે. દરેક નાના કાર્યકર્તા એક મતદાન કેન્દ્ર સંભાળે તો જીતી જઈશું. ગુજરાતની બધી જ બેઠકો પર આપણે જીતીશું. કોંગ્રેસને કોઈ પણ પ્રદેશમાં 10થી વધારે બેઠકો મળશે નહીં. તેમણે લાલ કૃષ્ણ અડવાણીના વખાણ કરતા કહ્યું કે રાજકીય જીવનમાં દરેક પગલે તેમનો સહારો મળ્યો ઉપરાંત તેમની આંગળી પકડીને ચાલવાનું સૌભાગ્ય મળ્યું.