મંગળવાર, 19 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 6 મે 2014 (10:03 IST)

મોદીએ મારા શહીદ પિતાનું અપમાન કર્યુ છે - પ્રિયંકા ગાંધી

ભાજપાના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સોમવારે અમેઠીમાં પહેલીવાર ચૂંટણી રેલી દરમિયાન રાજીવ ગાંધી પર નિશાન સાધતા કહ્યુ કે તેમણે એકવાર આંધ્રના સીએમનુ અપમાન કરી તેમને રડાવી દીધા હતા. મોદીએ કહ્યુ કે રાહુલ ભૈયા કહે છે કે અમે ગુસ્સાની રાજનીતિ કરીએ છીએ. હુ ઉદાહરણ આપ્યુ છુ કે ગુસ્સાની રાજનીતિ કોણ કરે છે ? રાજીવ ગાંધી જ્યારે રાહુલ ગાંધીથી ઓછી વયના હતા ત્યારે તેઓ હૈદરાબાદ ગયા હતા. તેમને લેવા માટે આંધ્રપ્રદેશના સીએમ આવ્યા.  ખબર નહી કઈ વાત પર ગુસ્સો આવ્યો તેમણે કે તેમણે આંધ્રના સીએમનુ એયરપોર્ટ પર અપમાન કર્યુ. આંધ્રના સીએમની આંખોમાં આંસુ આવી ગયા હતા. 
 
મોદીએ સોનિયા પર વાર કરતા કહ્યુ કે તેમણે ગુસ્સામાં પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહા રાવના અંતિમ સંસ્કાર માટે દિલ્હીમાં જમીન નહોતી અપાવી. સીતારામ કેસરીને મુખ્યાલયથી બહાર કરી દીધા હતા. રાહુલે ગુસ્સામાં કેબિનેટ દ્વારા રજૂ કરાયેલો અધ્યાદેશ ફાડીને ફેંકી દેવાની વાત કરી હતી.  
 
'મારા શહીદ પિતાનું અપમાન કર્યુ, આ નીચ રાજનીતિ છે. 
 
ગાંધી નહેરુ પરિવારના ગઢમાં નરેન્દ્ર મોદીના હુમલા પર પ્રિયંકા ગાંધીએ જોરદાર જવાબ આપ્યો. તેમણે કહ્યુ, 'મોદીએ મારા શહીદ પિતા રાજીવ ગાંધીનું અપમાન કર્યુ છે.  આ નીચ રાજનીતિનો જવાબ તેમના બૂથના કાર્યકર્તા આપશે.' 
 
સૌથી કરારો હુમલો - લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા અને મોદી વચ્ચે આરોપ પ્રત્યારોપ પહેલા પણ ચાલી રહ્યા હતા. પણ પહેલીવાર પ્રિયંકાએ મોદીને લઈને આટલા આક્રમક તેવર બતાવ્યા. નરેન્દ્ર મોદીએ સોમવારે અમેઠીમાં જોરદાર રેલી કરે જે રીતે ગાંધી નેહરુ પરિવારને નિશાન પર લીધા. તેનો જવાબ આપવા પ્રિયંકાએ બીજા દિવસની રાહ પણ ન જોઈ.  
 
જનતા માફ નહી કરે - સાંજે દિલ્હી પહોંચતા જ પ્રિયંકાએ તીખુ નિવેદન રજૂ કરી કહ્યુ કે અમેઠીની જનતા આ હરકતને ક્યારેય માફ નહી કરે. અમેઠીમાં બુધવારે વોટ પડવાના છે અને હવે જોવાની વાત એ છે કે પ્રિયંકાની ભાવનાત્મક અપીલની આ વોટરો પર કેટલી અસર થશે ?