શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified ગુરુવાર, 24 નવેમ્બર 2022 (12:44 IST)

ADRના રીપોર્ટમાં 2017 કરતા 2022માં ગંભીર ગુનાઓના ઉમેદવારો વધુ, પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 100 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ

gujarat election
ADR દ્વારા આજે રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 2017 કરતાં 2022માં ગંભીર ગુનાઓ ધરાવતાં ઉમેદવારોની સંખ્યા વધુ છે. 2022માં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 100 ઉમેદવારો ગંભીર ગુનાઓ ધરાવે છે. જ્યારે 788 ઉમેદવારો માંથી 167 ઉમેદવારો ગુનાઓ ધરાવે છે
 
. આ ઉપરાંત રીપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે,2017માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવારો માંથી 137 ઉમેદવાર (15 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. પક્ષ પ્રમાણે જોઈએ તો AAPના 88 ઉમેદવારો માંથી 32, કોંગ્રેસના 31 અને ભાજપના 4 ઉમેદવાર સામે ગુના દાખલ થયાં છે.પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર કુલ 211 ઉમેદવાર કરોડપતિ છે. જામનગરમાં રિવાબા પાસે કુલ 97 કરોડની મિલકત છે. દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેક પાસે 115 કરોડની કુલ મિલકત છે. પારડીના ભાજપ ઉમેદવાર કનું દેસાઈ પાસે 10 કરોડથી વધુ,રાજકોટ દક્ષિણના ભાજપના રમેશ ટીલાળા પાસે કુલ 175 કરોડ,કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે 162 કરોડ તથા જામનગર જિલ્લાની માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાની 130 કરોડની મિલકત છે. તે ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના તાપીના રાકેશ ગામીત,કુલ મિલકત 1000 રૂપિયા છે. ભાવનગરના અપક્ષ ઉમેદવાર જયા બોરીચા પાસે 3000 રૂપિયા મિલકત છે.