1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. ગુજરાત બજેટ 2022
Written By
Last Modified: બુધવાર, 2 માર્ચ 2022 (14:27 IST)

અમદાવાદ ડીઝાઇન વીક 3.0નો ત્રીજા દિવસ:અમદાવાદ ડીઝાઇન વીક 3.0 રોકાણકારો સમક્ષ પોતાની ફન્ડિંગ પિચ કરી રજૂ

કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા આયોજિત અમદાવાદ ડીઝાઇન વીક (ADW) 3.0નું આશાસ્પદ સમાપન થયું હતું, કારણ કે, ‘સંરક્ષણ અને એરોસ્પેસમાં ડીઝાઇન અને નવીનીકરણ’ વિષય પર કેન્દ્રીત આ ત્રણ દિવસીય મહાકુંભમાં સંરક્ષણ ક્ષેત્રના 30 સ્ટાર્ટ-અપે રોકાણકારો સમક્ષ તેમની વ્યાવસાયિક યોજનાઓ રજૂ કરી હતી. સંરક્ષણ ક્ષેત્રના સ્ટાર્ટ-અપોએ વિવિધ તબક્કાઓએ વિવિધ સંરક્ષણ સંબંધિત ઉપયોગોમાં તેમના આઇડિયા અને નવીનીકરણો રજૂ કર્યા હતા, જેમાં અનમેન્ડ એરિયલ વ્હિકલ (UAV), ડ્રોન, એરોમોડેલિંગ, સર્વેલન્સ અને ઊંચા તાપમાને અગ્નિશમનની કામગીરીઓ વગેરેનો સમાવેશ થાય છે. GVFL, GCCI, CIIના રોકાણકારો અને ઉદ્યોગજતના અન્ય નિષ્ણાતોએ આ પ્રેઝન્ટેશનોમાં હાજરી આપી હતી.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ભારત સરકારના DRDO અને DA ગ્રૂપના સહયોગમાં કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા આ ડીઝાઇન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપ્રસિદ્ધ આર્ટ ડિરેક્ટર નીતિન ઝિહાની ચૌધરીના સ્પીકર સેશનની સાથે દિવસની શરૂઆત થઈ હતી, જેમણે તેમની કલાના અન્વેષણની યાત્રા જણાવી હતી, જે તેમને ખૂબ જ વખાણવામાં આવેલી ફિલ્મ ‘થુમ્બાડ’ સુધી લઈ આવી હતી.
 
નીતિન ઝિહાની ચૌધરીએ તેમની સાથે વાતચીત કરવાની તક પ્રાપ્ત કરનારા ઉત્સુક યુવાનોને સલાહ આપી હતી કે, ‘ડીઝાઇનની સમગ્ર પ્રક્રિયાની રચના શીખવા અને શીખેલાને ભૂલવાથી થાય છે. હું મારા ચિત્રોને નિયંત્રિત કરતો નથી. હું મારી કલમને માર્ગદર્શન આપતો નથી. હું વાસ્તવિકતામાં સુંદરતા જોઉં છું અને મને પડકાર ફેંકનારી ફિલ્મો હાથ પર લઉં છું. જો તમારે એક સારી ફિલ્મ બનાવવી હોય તો, તમારી પાસે સમય, નાણાં અને ઝુનૂન હોવા જરૂરી છે.’બીજું પ્રેઝન્ટેશન જ્યુપિટરના હેડ ઑફ ડીઝાઇન કેદાર નિમકરનું હતું, જેમણે ઉભરી રહેલા ડીઝાઇનરો અને નવપ્રવર્તકો માટે ‘બેક ટુ ડીઝાઇન ફૉર એવરીવન’ શીર્ષક ધરાવતું વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
 
ડીઝાઇન ડિરેક્શન્સના પ્રોડક્શન ડીઝાઇનના હેડ સતિષ ગોખલેના ત્રીજા સ્પીકર સેશને વિદ્યાર્થીઓ અને ડીઝાઇનના ઉત્સાહિઓને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. તેમણે તેમની તાજેતરની પ્રોડક્ટ વૉટર ડ્રોન દર્શાવ્યું હતું. આ ઉપકરણ બેટરી દ્વારા સંચાલિત સ્વ-ચાલિત જીવનરક્ષક/વૉટર ડ્રોન છે, જેને આગામી 10 માર્ચના રોજ ગાંધીનગરમાં યોજાવા જઈ રહેલા ડીફેન્સ એક્સ્પોમાં પ્રદર્શિત કરવામાં આવશે અને આ ઉપરાંત, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તેનું પરીક્ષણ પણ કરવામાં આવશે.
 
આ પ્રોડક્ટની ડીઝાઇન પરના તેમના કેસ સ્ટડીને રજૂ કરતી વખતે સતિષ ગોખલેએ જણાવ્યું હતું કે, ‘અમે એવી પ્રોડક્ટ્સ બનાવી છે, જે જીવ બચાવે છે, અમે એવી પણ પ્રોડક્ટ્સ બનાવી છે, જે જીવ લઈ પણ શકે છે.’તેમણે આગળ જણાવ્યું હતું કે, ‘ડીઝાઇન એટલે પ્રક્રિયાઓને સુધારવી.’
 
‘ડીઝાઇન ટેકનોલોજી ઇનોવેશન - એ મર્જર ટુ ઇન્ટેન્સિફાઈ ડીઝાઇન ફૉર ડીફેન્સ’ પરની પેનલ ચર્ચામાં પુરસ્કાર વિજેતા ઔદ્યોગિક ડીઝાઇનર, ઉદ્યોગસાહસિક અને શિક્ષક અમિત કૃષ્ણ ગુલાટી; નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન (NID)ના ડિરેક્ટર પ્રો. ધીરજકુમાર; ડીઝાઇન ડિરેક્શન્સના પ્રોડક્શન ડીઝાઇનના હેડ સતિષ ગોખલે; INMAS, DRDOમાં વૈજ્ઞાનિક 'G' ડૉ. સુશીલ ચંદ્રા તથા ‘આપણી વાસ્તવિકતાના દ્રષ્ટિકોણને બદલવા માટે કલા, ડીઝાઇન અને ટેકનોલોજી’નો ઉપયોગ કરનારા NIDના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાહુલ દત્તા જેવા ખ્યાતનામ પેનલિસ્ટો દ્વારા ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી.
 
અમિત કૃષ્ણ ગુલાટીએ ગઠબંધનમાંથી પ્રાપ્ત થતાં પરિણામો સારા હોવા પર ભાર મૂક્યો હતો, તો સતિષ ગોખલેએ ડીઝાઇનમાં આગોતરા આયોજનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, ઝડપથી બદલાઈ રહેલા અને દિનપ્રતિદિન વધુને વધુ કાર્યક્ષમતાની માંગણી કરી રહેલા વિશ્વમાં ‘ડીઝાઇનિંગ નહીં કરવાનો કોઈ વિકલ્પ નથી’.
 
પ્રો. ધીરજે જોખમના મૂલ્યાંકન કરવા પર તથા ઉકેલો શોધવા માટે ડીઝાઇનની રચના કરવા પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે રાહુલ દત્તાએ જીવન અને કામમાં વધુ સારા અનુભવો મેળવવા માટે આધુનિક ટેકનોલોજીઓનો ઉપયોગ કરવાનું આહ્વાન કર્યું હતું. ડૉ. ચંદ્રાએ સંરક્ષણ માટે મેટાવર્સને ‘અદભૂત ચીજ’ગણાવી હતી. કર્ણાવતી યુનિવર્સિટીના પ્રો. લોલિતા દત્તા દ્વારા પેનલ ચર્ચાનું સંચાલન કરવામાં આવ્યું હતું.
 
ADW 3.0ના સમાપન સમારંભમાં ઉદ્યોગજગત, સરકાર અને શૈક્ષણિક ક્ષેત્રના વક્તાઓએ ભાગ લીધો હતો. સમાપન સત્ર દરમિયાન પ્રેક્ષકોને સંબોધતા યુનાઇટેડ ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તથા ગુજરાત ભાજપના સહ-પ્રવક્તા ડૉ. ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, ‘ADW 3.0એ માનનીય વડા પ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવાના પ્રયત્નોને વેગવંતા બનાવ્યાં છે. યુવા નવપ્રવર્તકો અને ડીઝાઇનરોએ સંરક્ષણ ક્ષેત્રમાં ‘મેક ઇન ઇન્ડિયા’મારફતે આપણા ભારત દેશને મજબૂત બનાવવો જોઇએ તથા આપણા દેશને સંરક્ષણ ક્ષેત્રમાં ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવામાં યોગદાન આપવું જોઇએ.’
 
ADW 3.0માં યુવાન ડીઝાઇનરો અને નવપ્રવર્તકોને બિરદાવતા ગુજરાત સરકારના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘ડ્રોન ટેકનોલોજી એ સંરક્ષણમાં સૌથી વધુ માંગ ધરાવતું ક્ષેત્ર છે અને તેમાં ખૂબ અવકાશ પણ છે. આજે મેં ADWમાં ઘણાં આઇડિયા જોયા, જેને આપણા ગુજરાત અને દેશની સુરક્ષા અને સલામતી માટે વિકસાવી શકાય તેમ છે.’
 
સમાપન સત્રમાં ઇરોલર કેપિટલ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક મિલાપસિંહ જાડેજા; TiE અમદાવાદના ચેરમેન અને મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડના એમડી વૈભવ શાહ; CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન અને અરુણ્યા ઓર્ગેનિક્સ પ્રા. લિ.ના એમડી વિનોદ અગ્રવાલ; GCCIના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને નેક્સસ ઇન્ફ્રાટૅક પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર પથિક પટવારી તથા પીસી સ્નેહલ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર અને GCIIની ટાસ્કફૉર્સ કમિટી (કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર)ના ચેરમેન ચિરંજીવ પટેલએ પ્રેરણાદાયી વચનો કહ્યાં હતા.