શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Modified: નવી દિલ્‍હી , શુક્રવાર, 4 ડિસેમ્બર 2015 (09:48 IST)

ભાજપના 500 મુસ્લિમ ઉમેદવારોમાંથી 490 હાર્યા, 2017ના જંગ માટે BJPને ગુજરાતમાં નવા 'મોદી'ની જરૂર ?

ગુજરાતમાં બે તબક્કે રર અને ર૯ નવેમ્‍બરે યોજાયેલી સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ અને પંચાયતોની ચૂંટણીના પરિણામોએ ભાજપને ભલે રાહતનો શ્વાસ અપાવ્‍યો હોય પરંતુ ગ્રામીણ વિસ્‍તારોમાં કોંગ્રેસના વિજયએ ગુજરાતમાં પક્ષ માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. ભાજપ દ્વારા વધુને વધુ મુસ્‍લિમો ઉમેદવારો ઉતારીને મુસ્‍લિમ વોટ બેંકનો ભરોસો જીતવાનો પ્રયાસ અને પ્રયોગ નિષ્‍ફળ રહ્યો છે. જેને કારણે તેને બેવડી પરેશાનીનો સામનો કરવો પડશે. ભાજપના પ૦૦ મુસ્‍લિમ ઉમેદવારોમાંથી ૪૯૦ ઉમેદવારો હારી ગયા છે. પક્ષને ભરોસો હતો કે, ર૦૧૦માં જે રીતે ૩૦૦ ઉમેદવારોને ટીકીટ આપ્‍યા બાદ રપ૦ ઉમેદવારોએ વિજય મેળવ્‍યો હતો તેવુ જ પરિણામ આવશે તેથી પક્ષે ગયા વખત કરતા ર૦૦ ઉમેદવારોને વધુ ટીકીટ આપી હતી પરંતુ પરિણામો જોઇને પક્ષનો ભરોસો તુટી ગયો છે. ભાજપમાં હવે ચર્ચા થવા લાગી છે કે, ર૦૧૭નો ચૂંટણી જંગ જીતવો હશે તો નવા ‘મોદી'ની જરૂર પડશે ‘બેન નહી ચાલે.' જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપના સુપડા સાફ થઇ જતા તેની ગંભીર નોંધ કેન્‍દ્રીય નેતાગીરીએ લીધી છે. મોડલ સ્‍ટેટ સમા ગુજરાતમાં સ્‍થાનિક લેવલે પરાજય બાદ ભાજપના અધ્‍યક્ષ અમિત શાહે મુખ્‍યમંત્રી આનંદીબેન સહિતના ભાજપના નેતાઓને દિલ્‍હીના દરબારમાં પરાજયના કારણો સાથે આવતા અઠવાડિયે હાજર થવાનો આદેશ આપ્‍યો છે. દરમિયાન ગુજરાત ચૂંટણીના પરિણામો આજે તમામ રાષ્‍ટ્રીય અખબારોના પ્રથમ પાના ઉપર ચમકયા છે.
 
    ભાજપે ઉનામાં વિજય મેળવ્‍યો છે જયાં પક્ષના ૧૦માંથી ૧૦ ઉમેદવારો જીત્‍યા છે અને કુલ ૩૬માંથી ૩પ બેઠકો ભાજપને મળી છે. જયારે રાજકોટમાં ફકત એક મુસ્‍લિમ ઉમેદવાર સુફીયા જાહીદ દલે વિજય મેળવ્‍યો છે. મહત્‍વની વાત એ છે કે, અમદાવાદમાંથી પક્ષના ચારેય મુસ્‍લિમ ઉમેદવારો હારી ગયા છે એટલે કે આ પરિણામોથી ર૦૧૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મુસ્‍લિમ ઉમેદવાર ઉતારવાના પ્રયોગને ઝાટકો લાગ્‍યો છે. પરિણામ દર્શાવે છે કે, રાજયમાં એક તરફ ભાજપથી પટેલો નારાજ થયા છે અને પટેલો બાદ લઘુમતીઓનો ભરોસો પણ ડગમગી ગયો છે. ભાજપના નેતાઓના બીફને લઇને આવેલા નિવેદનો અને કેટલાક જિલ્લામાં કોમી તોફાનો અને અસહિષ્‍ણુતા જેવા મુદ્દાઓ દાદરીકાંડ, બિહાર ચૂંટણી વગેરે બાબતો પક્ષને નડી ગઇ છે. મોદીએ ગુજરાતમાંથી વિદાય લેતા ભાજપ માટે મુસીબતોનો દોર શરૂ થયો છે. આનંદીબેનથી પટેલો નારાજ છે તો બીજી તરફ કોંગ્રેસ ગામડાઓમાં મળેલા વિજયથી ઉત્‍સાહિત છે. મોટા શહેરોમાં જો કે ભાજપને ફાયદો થયો છે. ૩૧ જિ.પં.ની ૯૮૮ બેઠકોમાંથી ર૯ર ભાજપને તો ૪૭ર કોંગ્રેસને મળી છે અન્‍યોને ચાર બેઠકો મળી છે આ રીતે ર૩૦ તા.પં.ની ૪૭૭૮ બેઠકોમાંથી ભાજપને ૧૭૧૮ તો કોંગ્રેસને ર૧૦ર અને અન્‍યોની ૧૩૧ બેઠકો મળી છે. પ૬ ન.પા.ની ર૦૮૮ બેઠકોમાંથી ૯૮૪ ભાજપને મળી છે જયારે કોંગ્રેસને પ૮૭ બેઠકો મળી છે. એક તરફ કોંગ્રેસને રાહત મળી છે તો હવે ભાજપ પટેલોની નારાજગી દુર કરવા પ્રયાસ કરશે.
    દરમિયાન ભાજપમાં એવી ચર્ચાઓ શરૂ થઇ છે કે, જો ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી જીતવી હશે તો પક્ષને કોઇ નવા નરેન્‍દ્ર મોદીની જરૂર પડશે નહીતર તેમાં પણ ભાજપ ભુંડી રીતે પરાજય મેળવશે. આનંદીબેન પટેલ રહેશે કે જશે ? એ બાબતની ચર્ચાએ જોર પકડયુ છે. વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઇનલ જેવી ચૂંટણીઓમાં ભાજપને જીતાડવામાં આનંદીબેન નિષ્‍ફળ ગયા છે. આનંદીબેન મોદીએ ઉભા કરેલા ગઢને સાચવી શકયા નથી. ભાજપે છેલ્લે ૨૦૦૦ની સાલમાં આટલી ખરાબ રીતે દેખાવ કર્યો હતો.
   આજે ગુજરાતના ચૂંટણી પરિણામોને દેશના રાષ્‍ટ્રીય અખબારોએ પ્રથમ પાને ચમકાવ્‍યા છે. આનંદીબેન પટેલ માટે વેકઅપ કોલ અને હાર્દિક પટેલના આંદોલનની અસર થઇ હોવાનું જણાયુ છે. શહેરી વિસ્‍તારોમાં વિજયને કારણે ભાજપ અને આનંદીબેન આબરૂ જળવાય છે તેવુ તારણ કાઢયુ છે. ટેલીગ્રાફે લખ્‍યુ છે કે, મોદીના ગઢમાં ભાજપ લોહીલોહાણ થયુ છે. દિલ્‍હી અને બિહાર બાદ ભાજપનો ત્રીજો કારમો પરાજય છે. શહેરી અને ગ્રામીણ મતદારોમાં વિભાજન થયુ છે તેવુ ધ હિન્‍દુએ જણાવ્‍યુ છે. ટેકાના ભાવોમાં વધારો નહી થવાથી અને બે પાકો નિષ્‍ફળ જવાથી ખેડુતો નારાજ થયા હતા તેવુ લખ્‍યુ છે.
   પરિણામોથી ભાજપ સ્‍તબ્‍ધ થઇ ગયુ છે. ગુજરાતમાં ર૦૧૭ની ચૂંટણી માટેની ધરી મતદારોએ તૈયારી કરી લીધી છે. પરિણામોની કોંગ્રેસની તરફેણમાં કહેવા કરતા ભાજપ વિરોધી જનાક્રોશ વધુ માનવામાં આવી રહ્યો છે. ભાજપની વોટની ટકાવારીમાં ઘટાડો થયો છે તે પક્ષ માટે ભયનું સીગ્નલ દર્શાવે છે. આજે જો વિધાનસભાની ચૂંટણી થાય તો કોંગ્રેસને ૧૦૩ બેઠકો મળે તેવુ તારણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આપ્‍યુ છે