ટોચની 500 કંપનીઓનુ દેવું વધ્યુ

ભાષા|

ભારતની ટોચની 500 કંપનીઓનુ કુલ દેવુ નાણાકીય વર્ષ 2007-08માં 11 ટકા વધીને 554380 કરોડ રૂપિયા થઈ ગયું છે. વધુ લોન લેનારી કંપનીઓને માટે આ ચિંતાનો વિષય છે કારણ કે આની ચૂકવણી તેના માટે એક પડકાર હશે.

શોધ કંપની ડન એંડ બ્રાંડસ્ટ્રીટના મુખ્ય કાર્યકારી અધિકારી કૌશલ સંપતે કહ્યુ નાણાકીય વર્ષ 2007-08માં ભારતની ટોચની 500 કંપનીઓના કુલ દેવામાં ઉલ્લેખનીય વધારો થયો છે. વર્તમાન આર્થિક સંકટ દરમિયાન તેની ચિંતા વધુ વધી ગઈ છે. ક્ષમતાથી ઓછી લોન લેનારા ક્ષેત્રોની સ્થિતિ અન્યના મુકાબલે સારી રહેવાની શક્યતા છે.

તેમણે કહ્યુ એફએમસીજી ઈલેક્ટ્રિકલ એંડ ઈલેક્ટ્રોનિક ઉપકરણ અને એંજીનિયરિંગ અને પૂંજીગત સામાન જેવી ક્ષમતાથી ઓછી લોન લેનારા ક્ષેત્ર વર્તમાન આર્થિક સંકટથી નિપટવામાં વધુ સક્ષમ હશે કારણ કે તેની સાથે જોડાયેલી કંપનીઓ પાસે કુલ રોકાણની યોગ્ય રકમ હશે.
આ કંપનીઓના બેલેંસ શીટ પર ફરક પડ્યો છે કારણ કે એપ્રિલ-ડિસેમ્બર 2008ના સમયમાં વધતુ વ્યાજ દરના કારણે તેમના લાભને અસર થઈ છે.


આ પણ વાંચો :