LCD બાદ LED ટીવીનો જમાનો

નવી દિલ્હી | ભાષા| Last Modified રવિવાર, 26 એપ્રિલ 2009 (18:28 IST)

ભારતીય બજારમાં ખૂબ જલ્દી ઉચ્ચ ટેક્નોલોજી ધરાવતાં એલઈડી ટેલીવિઝન આવી જશે.

સેમસંગ ઈન્ડીયાનાં સીઈઓ આર.જુત્શીનાં જણાવ્યા મુજબ સેમસંગ ખુબ જલ્દી એલઈડી ટીવી રજુ કરશે. આ ટીવીથી એલસીડી કરતાં પણ ઓછું લાઈટબીલ આવશે. તેમજ તેમાં મરક્યુરી નથી, તેથી પર્યાવરણ માટે પણ સારૂં છે.

એલઈડી ટેક્નોલોજી (લાઈટ ઈમીટીંગ ડીઓડ્સ) એલસીડી(લિક્વીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે) કરતાં 30 ટકા મોંઘી છે. તેમછતાં કેટલીક અગ્રણી કંપનીઓ આવી ટેક્નોલોજી ધરાવતી ટીવી બજારમાં લાવવા આતુર છે.


આ પણ વાંચો :