આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યો એક એવો વીડિયો અને લખ્યુ - આ વીડિયોએ મને મૂર્ખ બનાવી દીધો
આનંદ મહિન્દ્રા અવારનવાર પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં રહે છે. તેમની ટ્વીટ સતત વાયરલ થતી રહે છે. ક્યારેક તે ફની વીડિયો ટ્વીટ કરે છે તો ક્યારેક મોટિવેશન આપતા ટ્વિટ કરે છે. તેના ટ્વીટ પર યુઝર્સ તેમની પ્રતિક્રિયાઓ શેર કરે છે. આનંદ મહિન્દ્રા દેશના અગ્રણી ઉદ્યોગપતિ છે અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન પણ છે.
આનંદ મહિન્દ્રાએ સોમવારે સવારે એક ટ્વિટ કર્યું હતું. જેમાં એક પ્લેન હવામાં ઉડતું જોવા મળે છે. આ વીડિયોના શરૂઆતના ભાગને જોતા લાગે છે કે પ્લેન પોતાનો કાબૂ ગુમાવી બેઠો છે અને જમીન પર પડી રહ્યો છે. આગળ જોઈએ તો તેનું સંપૂર્ણ સત્ય સામે આવે છે. વાસ્તવમાં પ્લેન અસલી નથી પણ નકલી છે. અને કેટલાક યુવકો તેને હવામાં લહેરાવી રહ્યા છે અને લાગે છે કે તેની સાથે કોઈ મોટો અકસ્માત થવાનો છે.
આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યો આ વીડિયો
આ વીડિયોને ટ્વીટ કરીને આનંદ મહિન્દ્રાએ લખ્યું કે વાસ્તવમાં કોઈ સમસ્યા એટલી મોટી નથી જેટલી આપણે સમજીએ છીએ. તેમણે લખ્યું, "આ વિડિયોએ આખરે મને મૂર્ખ બનાવ્યો. આમાંથી બોધપાઠ શું છે? આપણે આપણી સમસ્યાઓ અને ડરને જરૂર કરતાં વધુ મોટા બનાવવાનું વલણ રાખીએ છીએ. આપણી બધી સમસ્યાઓનો ઉકેલ આપણી અંદર જ રહેલો છે. તમારા સપ્તાહનો આનંદ માણો જેમ તમને જરૂર છે." તેનાથી વધુ ચિંતાજનક ન બનાવો."
બીજીબાજુ ગઈકાલે વિક્રાંત સિંહ નામના યુઝરે આનંદ મહિન્દ્રાને ટ્વીટ કરીને સવાલ કર્યો હતો કે આનંદ મહિન્દ્રા ભારતના અમીરોની યાદીમાં 73માં નંબર પર છે. યુઝરે મહિન્દ્રાને પૂછ્યું કે તે ક્યારે દેશનો સૌથી અમીર વ્યક્તિ બનશે? આ ટ્વીટના જવાબમાં આનંદ મહિન્દ્રાએ ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો હતો. તેણે યુઝરને જવાબ આપતા કહ્યું કે, "સત્ય એ છે કે હું ક્યારેય સૌથી અમીર નહીં બની શકું. કારણ કે તે ક્યારેય મારી ઈચ્છા નહોતી."