ગુરુવાર, 5 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2022 (14:55 IST)

જિયોની 5 જી સ્ટેંડ-અલોન ટેકનોલોજી પર દોડશે વનપ્લસના સ્માર્ટફોન

jio one plus
- જિયો લાવ્યુ વનપ્લસ યુઝર્સ માટે એક ખાસ વનપ્લસ એનીવર્સરી ઓફર 
 - મળશે  10,800 રૂનુ કેશબેક 
- પહેલા 1000 લાભાર્થીઓ માટે 1499 રૂનો રેડ કેબલ કેયર પ્લાન 
 
 બેંગલુરુ, 12 ડિસેમ્બર 2022: 5G સ્ટેન્ડઅલોન ટેક્નોલોજી માટે  રિલાયન્સ જિયો અને સ્માર્ટફોન બ્રાન્ડ વનપ્લસ એ હાથ મિલાવ્યા છે. તાજેતરમાં લૉન્ચ થયેલા વનપ્લસ 10 સિરીઝના સ્માર્ટફોન જેમાં વન પ્લસ 9R, વનપ્લસ 8, નોર્ડ, નોર્ડ, 2T, નોર્ડ, 2, નોર્ડ CE, નોર્ડ CE 2 અને નોર્ડ CE 2 Lite યુઝર્સ હવે Jioની 5G સ્ટેન્ડ-અલોન ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકશે. તેવી જ રીતે, વન પ્લસ 9 Pro, વન પ્લસ 9RT અને વનપ્લસ  9RT ની પહોંચ પણ જલ્દી જ જિયો ટ્રૂ 5G નેટવર્ક સુધીની થઈ જશે. 
 
જિયો વનપ્લસ યુઝર્સ માટે એક ખાસ 'વનપ્લસ એનિવર્સરી ઑફર' લઈને આવ્યું છે. ઓફર હેઠળ ગ્રાહકોને 10,800 રૂપિયા સુધીનું કેશબેક મળશે. ઓફર 13 થી 18 ડિસેમ્બર સુધી માન્ય છે. પ્રથમ 1000 લાભાર્થીઓને વધારાનો લાભ મળશે. તેમને 1499 રૂપિયાનો રેડ કેબલ કેર પ્લાન અને 399 રૂપિયાનો Jio સાવન પ્રો પ્લાન પણ મળશે.
 
આ વક્તવ્યમાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના પ્રેસિડેન્ટ સુનિલ દત્તે કહ્યું, “વનપ્લસ એ ભારતમાં 5G ડિવાઈસ ઇકો-સિસ્ટમને મજબૂત કરવા અમારી સાથે મળીને કામ કર્યુ છે.  5G સ્માર્ટફોનની વાસ્તવિક શક્તિ ફક્ત જિયો જેવા ટ્રૂ 5G નેટવર્ક દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે, જે એક સ્વતંત્ર 5G નેટવર્ક તરીકે બનાવવામાં આવ્યું છે. વનપ્લસ ઉપકરણનો ઉપયોગ કરતા તમામ Jio વપરાશકર્તાઓ તે વિસ્તારોમાં Jio સ્વાગત ઑફર હેઠળ અમર્યાદિત 5G ઇન્ટરનેટ ઍક્સેસ કરી શકશે.
 
વનપ્લસ India ના CEO નવનીત નાકરાએ જણાવ્યું હતું કે “ભારતમાં વનપ્લસ વપરાશકર્તાઓ માટે 5G ટેક્નોલોજી લાવવા માટે Jio ટીમ સાથે ભાગીદારી કરીને અમને આનંદ થાય છે. 5G ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, વપરાશકર્તાઓ સીમલેસ, ઝડપી ઇન્ટરનેટનો અનુભવ અને આનંદ માણી શકશે
 
ભારતીય ગ્રાહકો માટે 5G ટેક્નોલોજીને વધુ સુલભ બનાવવા માટે, Jio અને વનપ્લસ ટીમ સક્રિયપણે બેકએન્ડ પર સાથે મળીને કામ કરી રહી છે અને સમગ્ર પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં તેમની 5G ટેકનોલોજી સેવાઓનો વિસ્તાર કરી રહી છે.