શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : સોમવાર, 6 ઑગસ્ટ 2018 (17:58 IST)

ખુશખબરી - આયુષ્યાન ભારતથી 10 હજાર લોકોને મળશે નોકરી

કેન્દ્રની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન (એબી એન/એચપીએમ) લાગૂ થવાથી રોજગારના ઓછામાં ઓછા 10 હજાર તક પેદા થશે. આ યોજનાનુ ઉદ્દેશ્ય 10 કરોડ ગરીબ પરિવાર પ્રત્યે પરિવાર પ્રતિ વર્ષ પાંચ લાખ રૂપિયાની સુરક્ષા પુરી પાડવાની છે. 
 
એક સરકારી અધિકારી મુજબ યોજના હેઠળ ખાનગી અને સરકારી બંને હોસ્પિટલમાં એક લાખ આયુષ્યમાન મિત્રોને ગોઠવવામાં આવશે. જે સ્વાસ્થ્ય કેન્દ્રમાં આવનારા દર્દીઓને પેકેજના લાભ ઉઠાવવાની મદદ પુરી પાડશે. 
 
સ્વસ્થ્ય મંત્રાલયે એક લાખ આયુષ્યમાન મિત્રોને દાખલ કરવા માટે કૌશલ વિકાસ મંત્રાલય સાથે એક સમજૂતી કરી છે. અધિકારીઓએ જણાવ્યુ કે બધી યાદી હોસ્પિટલમાં રોગીઓની મદદ માટે આયુષ્યમાન મિત્ર રહેશે. જે મદદ મેળવનાર અને હોસ્પિટલ વચ્ચે તાલમેલ બેસાડશે. તેઓ સહાય ડેસ્ક સંચાલિત કરશે અને યોજનામાં નોંધણી કરવા અને પાત્રતાની પુષ્ટિ માટે દસ્તાવેજોની તપાસ કરશે. તેમણે જણાવ્યુ કે યૌજના હેઠળ ખાનગી અને સરકારી હોસ્પિટલ બંનેમાં લગભગ એક લાખ આયુષ્યમાન મિત્રોને ગોઠવાશે. 
 
80 ટકા લાભાર્થીઓની ઓળખ પુરી 
 
કેન્દ્ર સરકારે લાભાર્થીઓની ઓળખનુ કામ પણ ઝડપથી શરૂ કર્યુ છે. સામાજીક, આર્થિક અને જાતિય જનગણના હેઠળ 80 ટકા ગ્રામીણ અને 60 ટકા શહેરી લાભાર્થીની ઓળખ થઈ ચુકી છે.