મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (11:10 IST)

CNGમાં ફરી એકવાર ભાવ વધારો,જાણો કેટલો કરવામાં આવ્યો વધારો

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે.સીએનજી ના ભાવમાં વધારો1 રુપિયા અને 99 પૈસાનો વધારોજૂનો ભાવ 83.90 હતો અને નવો ભાવ 85.89 થયો
 
દેશમાં મોંઘવારી ચાલુ છે. ફરી એકવાર CNGના ભાવમાં વધારો થયો છે. CNG ફરી 1.99 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે. 6 દિવસમાં બીજી વખત કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.