મંગળવાર, 23 જુલાઈ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 27 ઑગસ્ટ 2022 (14:04 IST)

ગુજરાતમાં વધી જશે નારિયેળીનું ઉત્પાદન, સરકારે લીધો આ નિર્ણય

coconut planitation
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં નારિયેળનું બમ્પર ઉત્પાદન થાય છે. જો કે, વેપારમાં ના બરાબર વધારો થઇ રહ્યો છે. આ કારણોસર સૌરાષ્ટ્રમાં કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપનાની ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે.
 
2 સપ્ટેમ્બર (નાળિયેર દિવસ) ના રોજ જૂનાગઢમાં કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની પ્રાદેશિક કચેરીનો પ્રારંભ થશે. બોર્ડની સ્થાપના બાદ નાળિયેરનું ઉત્પાદન વધારવાથી લઈને તેને વેચવાની પ્રક્રિયા પર કામ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ખેડૂતોને કેરળમાંથી જ નાળિયેરના છોડ લેવા પડતા હતા. હવે પ્રદેશ કાર્યાલયની રચનાને કારણે ખેડૂતોને રોપા મેળવવામાં સરળતા રહેશે.
 
વાવાઝોડામાં સોમનાથ, માંગરોળમાં નાળિયેરનાં વૃક્ષો ધરાશાયી થયાં હતાં, જ્યારે કેરળમાં નાળિયેરનાં વૃક્ષોને કોઈ નુકસાન થયું નથી. ખેડૂતોનું કહેવું છે કે પ્રાદેશિક બોર્ડની સ્થાપના બાદ ખેડૂતોને તેના છોડની કાળજી કેવી રીતે રાખવી તેની માહિતી મળી શકશે જેથી વાવાઝોડામાં પણ તેને નુકસાન ન થાય. આ સિવાય નારિયેળના ઉત્પાદન, લણણી અને વેચાણ વિશે સારી માહિતી મળશે.
 
જિલ્લા વહીવટી અધિકારી રચિત રાજે જણાવ્યું કે 2 સપ્ટેમ્બરના રોજ "નાળિયેર દિવસ" પર, આ નાળિયેર વિકાસ બોર્ડના પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા કરવામાં આવશે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં નાળિયેરનું બમ્પર ઉત્પાદન થયું છે, દરરોજ 70 થી 80 ટ્રક નાળિયેરની નિકાસ થાય છે. આવી સ્થિતિમાં મગફળીની જેમ નાળિયેરનું ઉત્પાદન પણ આગામી સમયમાં સૌરાષ્ટ્રની ઓળખ બની શકે છે.