શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 24 નવેમ્બર 2021 (12:33 IST)

ક્રિપ્ટો કરેંસી બૈન - RBI રજુ કરશે સત્તાવાર ડિઝિટલ કરેંસી CBDC, આ રીતે મળશે કરોડો ભારતીય યુઝર્સને રાહત

કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી ક્રિપ્ટોકરેંસી પર પ્રતિબંધના સમાચારથી તેના યુઝર્સ સહિત દુનિયાભરમાં માર્કેટ સેંટીમેંટમાં ભયથી વધુ ક્રિપ્ટોકરેંસીયોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.  ભારતમાં ક્રિપ્ટોકરેંસીના કરોડો યુઝર્સ છે જે આ બિલના કાયદા બનવાથી પ્રભાવિત થઈ શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે 29 નવેમ્બરથી શરૂ થવા જઈ રહેલ શીતકાલીન સત્રમાં ક્રિપ્ટોકરેંસી એંડ રેગુલેશન ઓફ ઓફિશિયલ ડિઝિટલ કરેંસી બિલ 2021 સહિત કુલ 26 ખરડા રજુ કરવામાં આવશે. ક્રિપ્ટોકરેંસી સાથે જોડાયેલ બિલ 10માં નંબર પર છે. 
 
જેના મુજબ ક્રિપ્ટો કરેન્સી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવ માટે સરકાર થોડી ઢીલ પણ આપી શકે છે. જો કે કંઈ ક્રિપ્ટોકરેંસીને ઢીલ મળશે એ હાલ સ્પષ્ટ નથી. પણ કેન્દ્ર સરકારના મંતવ્ય મુજબ રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ પોતાની સત્તાવાર ડિઝિટલ કરેંસી રજુ કરવા માટે સુવિદ્યાજનક ફ્રેમવર્ક પ્રદાન કરવાનુ છે. 
 
ઉલ્લેખનીય છે કે સરકાર મુજબ ક્રિપ્ટોકરેન્સીને લઈને રેગુલેશન ન થવાથી તેનો ઉપયોગ ટેરર ફંડિગ્ન અને કાળા નાણાની અવરજવરમાં થઈ રહ્યો છે. 
 
દુનિયાભરમાં ક્રિપ્ટોકરેન્સીને લઈને જુદા જુદા કાયદા છે. જેવા કે ભારતમાં તો રિઝર્વ બેંકે આના પર બૈન લગાવ્યો હતો, પણ અમેરિકા, દ.કોરિયા અને આફ્રિકાના અનેક દેશ તેના અનુકૂળ સ્કીમ બનાવી રહ્યા છે. સેંટ્રલ અમેરિકાના અલ સલ્વાડોરની કોંગ્રેસને 8 જૂન 2021ના રોજ બિટકૉઈન કાયદો પાસ કર્યો અને આ નાનો દેશ બિટકોઈને લીગલ ટૈંડર બનાવનારો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. 
 
શુ ફરક હશે ડિઝિટલ કરંસી અને ક્રિપ્ટોકરંસીમાં - આ બ્લૉકચેન ટેકનોલોજી અને ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ પર કામ કરે છે. જેનાથી ક્રિપ્ટોકરેન્સીની માઈનિંગ થાય છે. ક્રિપ્ટોકરેન્સીની કિમંતમાં ખૂબ ઉતાર-ચઢાવ હોય છે અને તેના નફા-નુકશાન પ્રત્યે કોઈ જવાબદાર હોતુ નથી. 
 
સેંટ્રલ બેંક ડિઝિટલ કરેન્સી એટલે કે CBDC દેશની ફિએટ કરેન્સી (જેવા કે રૂપિયા, ડોલર કે યૂરો)નુ એક ડિઝિટલ સંસ્કરણ છે. જો RBI ડિઝિટલ કરંસી રજુ કરે છે તો તેને સરકાર કે કોઈ વિનિયામક અથોરિટીનુ સમર્થન મળે છે. સીધા શબ્દોમાં કહી શકાય કે ડિઝિટલ કરેંસી કેન્દ્રીય બેંકની જવાબદારી રહેશે.