ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 નવેમ્બર 2021 (10:52 IST)

સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સક્સમાં 700 પોઇન્ટનો કડાકો

For the second day in a row
સતત બીજા દિવસે ભારતીય શેર બજારમાં કડાકો થયો છે. આજે ફરી સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટયો હતો. આ સાથે સેન્સેક્સ ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે. આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે પણ શેરબજારની શરૂઆત નબળી રહી હતી. બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સના ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ 700થી વધુ પોઈન્ટ તૂટયા હતા. ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે આ ઘટાડાને કારણે ત્રણ મહિના બાદ સેન્સેક્સ 58 હજારના સ્તરે આવી ગયો છે. આ સાથે નિફ્ટી પણ 170 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. 
 
સોમવારે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 1170 પોઈન્ટના મોટા ઘટાડા સાથે બંધ થયો હતો,  જ્યારે નિફ્ટી 348 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો