ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 31 જુલાઈ 2021 (16:08 IST)

માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી જીએસટી ન ભરો' - પ્રહલાદ મોદી

ઑલ ઇન્ડિયા ફૅયર પ્રાઇઝ શૉપ ઍસોસિયેશનના ઉપ-પ્રમુખ પ્રહલાદ મોદીએ વેપારીઓને આહ્વાન કર્યું છે કે જ્યાં સુધી પડતર માગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) ભરવો નહીં.
 
એનડીટીવીના અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના થાણેમાં એક જાહેર કાર્યક્રમમાં પ્રહલાદ મોદીએ જણાવ્યું કે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરવા માટે વેપારીઓ આંદોલન કરવું જોઈએ.
 
"એટલું મોટું આંદોલન કરો કે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમારી પાસે આવવાની ફરજ પડે. નરેન્દ્ર મોદી હોય અથવા બીજી કોઈ વ્યક્તિ હોય, તેમને તમારી વાત સાંભળવી પડશે."
 
"સૌથી પહેલાં તમે મહારાષ્ટ્ર સરકારને પત્ર લખો કે જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય અમે જીએસટી નહીં ભરીએ. અમે લોકશાહીમાં જીવી રહ્યાં છીએ અને કોઈના ગુલામ નથી."
 
પ્રહલાદ મોદી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ છે અને તેઓ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સામે નિવેદનો કરતા રહે છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે પ્રહલાદ મોદીનાં પુત્રી સોનલ મોદીએ ભાજપ પાસે ટિકિટની માગણી કરી હતી પરંતુ પક્ષ તરફથી ટિકિટ આપવામાં નહોતી આવી. ત્યારે પણ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને લઈને નિવેદન આપ્યું હતું.