સંબંધિત સમાચાર
- Gold Silver Price Today: આજે ફરી સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો, જાણો શું છે આજનો રેટ
- Adani Group: ગૌતમ અડાની પર નવી આફત, બજાર ખુલતા જ ધરાશાયી થયા ગ્રુપના બધા શેર
- LPG Cylinder Price: પીએમ ઉજ્જવલા લાભાર્થીઓને 400 રૂપિયા સસ્તો મળશે ગેસ સિલિન્ડર, બાકીના લોકોને 200 રૂપિયા સસ્તો પડશે
- જિયો એયર ફાઈબર ગણેશ ચતુર્થીના રોજ થશે લૉન્ચ - મુકેશ અંબાની
- પ્રધાનમંત્રી માતૃ વંદન યોજના દ્વારા કેંદ્ર સરકાર મહિલાઓના ખાતામાં મોકલી રહી છે 6 હજાર રૂપિયા તેને મળશે લાભ
Gold and Silver Price Today - રક્ષાબંધન બાદ સોનાના ભાવમાં ઉથલપાથલ
Gold and Silver Price Today: દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે. આવી સ્થિતિમાં, લોકો પોતાની બહેનને રક્ષાબંધન પર સોના અથવા ચાંદીની ભેટ આપે છે. કારણ કે સોનું ભેટમાં આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓના ભાવમાં મજબૂત વલણ વચ્ચે ગુરૂવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 250 વધીને રૂ. 59477 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 59,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
ચાંદીના ભાવમાં પણ વધારો
ચાંદીનો ભાવ પણ રૂ. 600 વધીને રૂ. 77,100 પ્રતિ કિલો થયો હતો. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે મંગળવારે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી અને વિદેશી બજારોમાંથી સકારાત્મક સંકેતો મળ્યા બાદ દિલ્હીના બજારમાં હાજર સોનાના ભાવ રૂ. 250 વધીને રૂ. 59,800 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા હતા.
