મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 5 માર્ચ 2019 (15:06 IST)

Job in Indian Navy : 10મા માટે નોકરી, 56900 મળશે સેલેરી

ભારતીય નૌસેનાએ ટ્રેડ્સમૈન ગેટના 554 પદ પર ભરતી કાઢી છે. અરજી પ્રક્રિયા 2 માર્ચથે શરૂ થઈ ગઈ ચેહ્ 20 માર્ચ સુધી અરજી કરી શકો છો.  જે ઉમેદવાર અરજી કરવા માંગે છે  તે સત્તાવાર વેબસાઈટ joinindiannavy.gov.in પર જઈને અરજી કરી શકે છે. 
 
પદની વિગત 
 
કમાંડ વાઈઝ ભરતીની વિગત 
 
મુખ્યાલય પૂર્વ નૌસેના કમાન, વિશાખાપટ્ટનમ (એચક્યૂઈએનસી) - 46 પદ 
મુખ્યાલય પશ્ચિમી નૌસેના કમાન, મુંબઈ (એચક્યુડબલ્યુએનસી)  502 પદ 
મુખ્યાલય દક્ષિણી નૌસેના કમાન, કોચ્ચિ (એચક્યુએસએનસી) - 06 પદ 
 
યોગ્યતા - 10મુ પાસ અને ઈંડસ્ટ્રિયલ ટ્રેનિગ ઈંસ્ટીટ્યુટ (ITI)માંથે સર્ટિફિકેટ મેળવ્યુ હોય. 
 
વય સીમા - આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી બાજુ એસસી/એસટીના માટે 05 વર્ષ, ઓબીસી માટે 03 વર્ષ અને વિકલાંગ ઉમેદવારો માટે 10 વર્ષ માટે વયમાં છૂટ આપવામાં આવી છે. 
 
અરજીની ફી - જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે 205 રૂપિયા ફી અને એસસી/એસટી/વિકલાંગ/એક્સ સૈનિક અને મહિલાઓ માટે કોઈ અરજી ફી નથી. 
 
પે સ્કેલ - 18000થી 56900 રૂપિયાની સેલેરી આપવામાં આવશે. 
 
પસંદગી પ્રક્રિયા -  આ પદ પર ઉમેદવારોની પસંદગી  લેખિત પરીક્ષા અને ઈંટરવ્યુના આધાર પર કરવામાં આવશે