રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મુંબઈ. , શનિવાર, 15 ડિસેમ્બર 2018 (17:19 IST)

ઈંડિગો એયરલાઈંસની મુંબઈ-દિલ્હી વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકી

મુંબઈ એયરપોર્ટ પર આવેલ એક ફોન કૉલમાં દિલ્હીથી મુંબઈ જનારી ઈંડિગો ફ્લાઈટને ઉડાવવાની ધમકી આપી છે. બોમ્બ મુકયો હોવાની ધમકી મળ્યા પછી શનિવારે તેને ઉડાન ભરવાથી રોકી દેવામાં આવી. સૂત્રોએ જ્ણાવ્યુ કે ધમકી આકલન સમિતિ એ આ ધમકીને ગંભીરતાથી લીધા પછી વિમાનને એક ખાલી સ્થાન પર લઈ જવામાં આવ્યુ.  તેમણે જણાવ્યુ કે પછી સુરક્ષા એજ6સીઓએ વિમાનને સુરક્ષિત જાહેર કર્યુ. 
 
આ ઘટના પર ઈંડિગોની પ્રતિક્રિયા નથી મળી શકી. વિમાનને સવારે છ વાગીને પાંચ મિનિટ પર પ્રસ્થાન કરવાનુ હતુ. હજુ આ સ્પષ્ટ નથી કે વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા.  હવાઈ મથકના એક સૂત્રએ જણાવ્યુ ગો એયર ફ્લાઈટ જી 8329થી દિલ્હી જઈ રહી એક મહિલા યાત્રી ટી1 પર ઈંડિગોના ચેક ઈન કાઉંટર પર ગઈ અને ત્યા જણાવ્યુ કે ઈંડિગોની ફ્લાઈટ 6ઈ 3612માં બોમ્બ છે. મહિલા મુસાફરે કેટલાક લોકોની તસ્વીરો પણ બતાવી છે અને દાવો કર્યોછે કે તે રાષ્ટ્ર માટે ખતરો છે.  ત્યારબાદ સીઆઈએસએફ ના કર્મચારીએ તેને પૂછપરછ કરવા માટે હવાઈ મથકના પોલીસચોકી લઈ ગયા.