શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (13:43 IST)

ઓનલાઈન દવા વેચાણ પર લાગી રોક, ઈ-કોમર્સ સાઈટને લાગી શકે છે મોટો આંચકો

સરકારે દેશમાં ઈ-કોમર્સ સાઈટ પર થઈ રહેલી દવાઓના ઓનલાઈન વેચાણ પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ રોક દેશભરમાં લગાવેલી રોક છે.  એવામાં દેશના કોઈપણ ખૂણામાં ઈ-કોમર્સ સાઈટ્સ જેવી 1એમજી જેવી કંપનીઓ દવાઓ નહી વેચી શકે.  ઉલ્લેખનીય છે કે પહેલા મદ્રાસ હાઈકોર્ટએ દવાઓના ઓનલાઈન વેચાણ પર રોક લગાવી હતી અને ત્યારબાદ હવે દિલ્હી હાઈકોર્ટે પણ દવાઓના ઓનલાઈન વેચાણ પર રોક લગાવી દીધી છે. 
 
દિલ્હી હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને જસ્ટિસ વીકે રૉયની ખંડપીઠે એક પીઆઈએલ પર સુનાવણી દરમિયાન આ નિર્ણય સંભળાવ્યો. કોર્ટમાં ડર્મેટોલોજિસ્ટ જહીર અહેમદે તર્ક આપતા કહ્યુ કે ઈ-કોમર્સ સાઈટ પર ડોક્ટરોની અનુમતિ વગર રોજ લાખો રૂપિયાની લાખો દવાઓ વેચવામાં આવી રહી છે જે દેશભરના દર્દીઓ માટે ખતરાની ઘંટી છે અને સાથે જ દેશના ડોક્ટર્સની સાખ માટે અપ્ણ આ ઠીક નથી. 
 
ઉલ્લેખનીય છે કે દવાઓના વેચાણને લઈને એક પરેશાની એ છે કે અહીથી કોઈપણ કેવા પણ પ્રકારની દવા ખરીદી શકે છે. આવી સ્થિતિમાં તેને નુકશાન પણ થઈ શકે છે. સાથે જ ઓનલાઈન દવાઓ વેચનારી કંપનીઓ કોઈ નિયમ-કાયદાનુ પાલન પણ કરતી નથી.