ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 23 નવેમ્બર 2020 (12:52 IST)

મેરિયટ ઈન્ટરનેશનલનું અમદાવાદમાં વધુ એક સાહસ, જાણો કેવી હશે સુવિધાઓ કોર્ટયાર્ડ બાય મેરિયટે

અમદાવાદમાં તેની બીજી હોટેલ શરૂ કરવાની જાહેરાત કરી છે. સિંધુ ભવન રોડ ઉપર બિઝનેસ માટેના વ્યૂહાત્મક સ્થળે આવેલી નવી કોર્ટયાર્ડ બાય મેરિયટ, અમદાવાદ શરૂ થવા સાથે શહેરમાં મેરિયટ ઈન્ટરનેશનલની આ છઠ્ઠી પ્રોપર્ટી શરૂ થઈ રહી છે. અમદાવાદનું 600 વર્ષ જૂનું વૉલ સીટી ભારતમાં પ્રથમ વર્લ્ડ હેરીટેજ સીટી તરીકેનું બહુમાન ધરાવે છે. સંસ્કૃતિના ચાહકો જૂના શહેરમાં સમૃધ્ધ વારસા અને ઐતિહાસિક સ્થાપત્યનાં જામા મસ્જીદ, સ્વામિનારાયણ મંદિર અને હઠીસીંગ જૈન મંદિર જેવાં સિમાચિન્હરૂપ સ્થાનોની મોજ માણી શકે છે. જ્યાં 13 વર્ષ સુધી મહાત્મા ગાંધીજીએ નિવાસ કર્યો અને જે સ્થળ ભારતની આઝાદીની ચળવળ માટે મહત્વનુ કેન્દ્ર બની રહ્યું તે સાબરમતી આશ્રમની મુલાકાત લેવાનું ચૂકવા જેવું નથી. બિઝનેસ ટ્રાવેલર્સ ભારતના પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સીટી અને ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસીસ સેન્ટર, ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સીટી ખાતે આસાનીથી પહોંચી જઈ શકે છે.

મેરિયટ ઈન્ટરનેશનલના સિનિયર વાઈસ પ્રેસીડેન્ટ, સાઉથ એશિયા નિરજ ગોવિલ જણાવે છે કે “ભારતના ઐતિહાસિક શહેરમાં અમારી બીજી કોર્ટયાર્ડ બાય મેરિયટ રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. સિંધુ ભવન રોડ ઉપરની કોર્ટયાર્ડ બાય મેરિયટ એ શહેરમાં મેરિયટ ઈન્ટરનેશનલની છઠ્ઠી પ્રોપર્ટી બની છે, જે બ્રાન્ડની લોકપ્રિયતામાં વધારો કરવાની સાથે સાથે દેશમાં વૃધ્ધિ માટેની કંપનીની નિષ્ઠાને પૂરક બની રહે છે. કોર્ટયાર્ડનો સમાવેશ દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતી બ્રાન્ડઝમાં થાય છે અને ભારતમાં બ્રાન્ડઝને મળેલી સફળતાને આધારે અમે અમારી અમદાવાદની નવી હોટલને માટે અદ્ભૂત તકો જોઈ રહ્યા છીએ.” આરામ અને ઉપયોગીતાને આવરી લેતી આધુનિક ડિઝાઈન પર ધ્યાન કેન્દ્રિત કરીને સિંધુ ભવન રોડ પરની કોર્ટયાર્ડ બાય મેરિયટમાં પાંચ એક્ઝિક્યુટિવ સ્યુટ્સ સહિત 121 મોકળાશ ધરાવતા ગેસ્ટ રૂમનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહેમાનો માટે આરામનું ધ્યાન રાખીને વિચારણાપૂર્વક ડિઝાઈન કરવામાં આવેલા દરેક રૂમમાં વિવિધ સુવિધાઓનો સમન્વય કરવામાં આવ્યો છે, જેમાં ફલેટ સ્ક્રીન ટેલિવિઝન્સ, આરામદાયક વર્ક ડેસ્ક અને હાઈ સ્પીડ ઈન્ટરનેટ એકસેસનો સમાવેશ થાય છે. તેનુ વિન્ડો સાઈડ લાઉન્જર મહેમાનોને આરામ માટે ઉત્તમ સગવડ પૂરી પાડે છે. વૈશ્વિક મહેમાનોની આહાર રૂચીને માફક આવે તે રીતે હોટલમાં ઑલ ડે ડાઈનીંગ રેસ્ટોરન્ટ ઓરા દુનિયાભરની વાનગીઓ રજૂ કરશે. તેની 24 કલાક ચાલુ રહેનારી કાફે લાટ્ટે ઈનડોર અને આઉટડોર બેઠક વ્યવસ્થા ધરાવે છે અને મહેમાનોને બેક કરાયેલી તાજી કેક અને કન્ફેકશનરી સાથે ઉત્તમ કોફીની મોજ માણવાની તક પૂરી પાડે છે. સિંધુભવન રોડ પર આવેલી કોર્ટયાર્ડ બાય મેરિયટ અમદાવાદ ના હોટેલ મેનેજર સપ્તર્ષી બિશ્વાસ જણાવે છે કે “અમદાવાદમાં સિંધુભવન રોડ ઉપર કોર્ટયાર્ડ બાય મેરિયટના પ્રારંભથી ગુજરાતના હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં મેરિયટ ઈન્ટરનેશનલની ભિન્નતા ધરાવતી હાજરી મજબૂત થશે. અમે વિચારપૂર્વક રજૂ કરાયેલી ઓફરો મારફતે અમારા મહેમાનો માટે સિગ્નેચર ઓફરીંગ્સ રજૂ કરવા માંગીએ છીએ અને એ મારફતે તેમના માટે એક યાદગાર સ્મૃતિ છોડવા માંગીએ છીએ.” હોટેલની અન્ય વૈભવશાળી સુવિધાઓમાં ફીટનેસ સેન્ટર અને ઈનડોર સ્વિમિંગ પુલ જે શહેરના માર્ગો ઉપર ચુસ્ત રહેવા માંગતા પ્રવાસીઓનુ ધ્યાન રાખશે. આ હોટલમાં મિટીંગો, બિઝનેસ કોન્ફરન્સ અને સામાજીક સમારંભો યોજવા માટેની વ્યાપક સુવિધા પૂરી પાડશે. તેની સમારંભો યોજવા માટેની જગા 18126 ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલી છે, જેમાં 15770 ચો. ફૂટનો બૉલરૂમ 600થી વધુ મહેમાનોને સમાવી શકે તેમ છે. કોર્ટયાર્ડ બાય મેરિયટ અમદાવાદના પ્રોપર્ટી માલિક અનિલ દેવાણી જણાવે છે કે “હૉસ્પિટાલીટીનાં સર્વોચ્ચ ધોરણો હાંસલ કરવાના સમાન ઉદ્દેશથી અમે કોર્ટયાર્ડ બાય મેરિયટ, અમદાવાદ શરૂ કરીને મેરિયટ ઈન્ટરનેશનલ સાથે સહયોગ કરતાં આનંદ અનુભવીએ છીએ. અમદાવાદ શહેરમાં તેની 5 સફળ હોટલ આ બજારમાં ગ્લોબલ હોટેલ કંપનીની ઉત્તમ આગતા સ્વાગતા માટેની નિષ્ઠાનુ ઉદાહરણ પૂરૂ પાડે છે. અમે તહેવારોની મોસમમાં અમારી નવી હોટલમાં મહેમાનોને આવકારતાં આનંદ અનુભવીએ છીએ ”