બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 31 ડિસેમ્બર 2022 (11:24 IST)

SIM Card Rule 2023: 1 જાન્યુઆરીથી રદ થઈ જશે લાખો સિમ-કાર્ડ, નિયમોમાં થયો ફેરફાર

SIM Card Rule Change 2023: સરકારે વ્યક્તિ દીઠ સિમ કાર્ડની સંખ્યા અંગે એક નિયમ નક્કી કર્યો હતો. પરંતુ આજે પણ લોકો નિયમોને સાઈડ પર મુકીને એક જ આધાર કાર્ડ પર અનેક સિમનો ઉપયોગ કરી રહ્યા છે. ગયા વર્ષે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DoT) દ્વારા સિમ-કાર્ડ વેરિફિકેશન(sim card verification) માટે આપવામાં આવેલી સમય મર્યાદાની તારીખ સમાપ્ત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, કોઈપણ વ્યક્તિ જેની પાસે એક નામ પર 9 કે તેથી વધુ સિમ સક્રિય છે. ટેલિકોમ વિભાગ (Department of Telecom) તેમને રદ કરવા માટે કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા વર્ષ એટલે કે 1લી જાન્યુઆરીએ દેશમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા સિમ કાર્ડને રદ કરવામાં આવે.
 
DoT એ ઘણી ચેતવણીઓ આપી છે
વાસ્તવમાં, ટેલિકોમ વિભાગે 9 કે તેથી વધુ સિમ ધરાવતા લોકોને ઘણી વખત ચેતવણી આપી છે. પરંતુ તેમ છતાં લોકો એક જ નામે 20-20 સિમનો ઉપયોગ કરી રહ્યા છે. હવે, સરકારે કડક પગલાં લઈને 9 થી ઉપરના તમામ સિમ કાર્ડ રદ કરવાની યોજના બનાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્સલ થયા પછી, આ સિમ કાર્ડ્સમાંથી ન તો આઉટગોઇંગ કોલ્સ અને ન તો ઇનકમિંગ કોલ પ્રાપ્ત થશે.
 
શું છે નિયમ ?
ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર, ભારતનો કોઈપણ નાગરિક પોતાના નામે વધુમાં વધુ 9 સિમ-કાર્ડ ધરાવી શકે છે. જ્યારે જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર માટે 6 સિમ રાખવાની જોગવાઈ છે. વિભાગીય માહિતી અનુસાર, એક આઈડી પર 9 થી વધુ સિમ રાખવાને ગેરકાયદેસર ગણવામાં આવશે. ઓનલાઈન છેતરપિંડી, વાંધાજનક કોલની ઘટનાઓને રોકવા માટે આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે. એટલા માટે ટેલિકોમ વિભાગ ગેરકાયદેસર સિમ ધરાવતા લોકોના સિમ કાર્ડ રદ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ પહેલા પણ જાન્યુઆરી મહિનામાં ગેરકાયદેસર સિમ કાર્ડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
 
આના પર લાગુ થશે  નિયમો 
9 થી વધુ સિમ ચલાવતા યુઝરના સિમ કાર્ડને 30 દિવસની અંદર આઉટગોઇંગ કોલ અને 45 દિવસમાં ઇનકમિંગ કોલ બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. ટેલિકોમ વિભાગ 2 મહિના અથવા 60 દિવસમાં સિમને સંપૂર્ણપણે નિષ્ક્રિય કરવાની યોજના બનાવી રહ્યું છે. જો કે આ પહેલા પણ ડિપાર્ટમેન્ટે સિમ કાર્ડને ઓટોમેટીક બંધ કરવા માટે ઘણી વખત અપીલ કરી છે. DoT અનુસાર, જો કાયદા અમલીકરણ એજન્સી અથવા બેંક અથવા અન્ય કોઈપણ નાણાકીય સંસ્થા તરફથી મોબાઇલ નંબર વિરુદ્ધ ફરિયાદ મળે છે, તો આવા સિમના આઉટગોઇંગ કૉલ્સ 5 દિવસની અંદર અને ઇનકમિંગ કૉલ્સ 10 દિવસમાં બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.