સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 11 જૂન 2021 (12:33 IST)

હવે ATMમાંથી પૈસા કાઢવાનો લાગશે વધુ ચાર્જ, જાણો ક્યારથી લાગૂ થશે આ નિયમ

રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ એટીએમ લેવદ દેવડ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફારની મંજુરી વિવિધ બેંકોને આપી દીધી છે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ ગુરૂવારે બધી બેંકોને આ વાતની અનુમતિ આપી છે કે તેઓ કેશ અને નોન કેશ એટીએમ ટ્રાજેક્શન પર ફી વધારી શકે છે. જેનો મતલબ એ થયો કે  જઓ તમે પહેલાથી જ એક મહિનામાં નક્કી મફત એટીએમ ટ્રાંજેક્શન લિમિટથી વધુ વખત ટ્રાંજેક્શન કરો છો તો તમને પહેલા જે શુલ્ક ચુકવવુ પડતુ હતુ તેમા વધારો થઈ ચુક્યો છે. પહેલા આ ચાર્જ 20 રૂપિયા તો જે હવે 21 રૂપિયા કરવામાં આવ્યો છે. આરબીઆઈનો નવો આદેશ 1 જાન્યુઆરી 2022થી લાગૂ થશે. 
 
જો કે, ગ્રાહકો તેમની બેંકના એટીએમથી મહિનામાં 5 મફત ટ્રાંઝેક્શન કરી શકે છે. આ સિવાય તે મેટ્રો શહેરોમાં અન્ય બેંકના એટીએમથી 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 વખત મફત ટ્રાંઝેક્શન પણ કરી શકે છે. આરબીઆઈએ તેની નવી માર્ગદર્શિકામાં તમામ બેન્કોને એટીએમ ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેંજ ફીમાં વધારો કરવાની મંજૂરી પણ આપી છે. નવા નિયમો અનુસાર, તમામ કેન્દ્રો પરના દરેક ફાઈનેંશિયલ ટ્રાંજેક્શન માટે હવે 15 રૂપિયાને બદલે 17 ને ઇન્ટરચેંજ ફી તરીકે ચૂકવવા પડશે. આ ઉપરાંત ફાઈનેંશિયલ ટ્રાંજેક્શન  માટે 5 રૂપિયાને બદલે 6 રૂપિયા ચૂકવવા પડશે. આ વ્યવસ્થા 1 ઓગસ્ટ 2021 થી અમલમાં આવશે.
 
શુ હોય છે ઈન્ટરચેંજ ફી  ? 
 
જો તમે તમારી બેંકના એટીએમને બદલે અન્ય કોઈ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડો છો, ત્યારે આવી સ્થિતિમાં તમારી બેંક એ બેંકને એક ચોક્કસ ફી ની ચુકવણી કરે છે. જે બેંકના એટીએમમાંથી તમે પૈસા કાઢ્યા છે તેને જ એટીએમ ઇન્ટરચેંજ ફી કહેવામાં આવે છે.
 
કેમ લેવામાં આવ્યો આ નિર્ણય  ? 
 
એક રિપોર્ટ મુજબ દેશભરમાં એટીએમની ગોઠવણીમાં વધતા રોકાણ અને બેંકો દવારા એટીએમના જાળવણીના ખર્ચને જઓતા બેંકોએ હવે વધુ ચાર્જ લેવાની અનુમતિ આપી છે. એવુ કહેવાય રહ્યુ છે કે અનેક વર્ષથી ખાનગી બેંક અને વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સ ઈંટરચેંજ ફી ને 15 રૂપિયાથી વધારી 18 રૂપિયા કરવાની માંગ કરી રહ્યા હતા. 
 
જૂન 2019માં ભારતીય બેંકોના સંગઠનના મુખ્ય કાર્યકારીની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિની ભલામણોના આધાર પર આ નિર્ણય લેવામાં આવ્યો કહ્હે. એટીએમ માટે ઈટરચેંજ ફી બંધારણ છેલ્લે ઓગસ્ટ 2012માં ફેરફાર કરવામાં આવ્યો હતો. ગ્રાહકો દ્વારા આપવામાં આવતા ચાર્જની સમીક્ષા છેલ્લે ઓગસ્ટ 2014માં કરવામાં આવી હતી.