1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 22 ઑક્ટોબર 2023 (17:08 IST)

ગૃહિણીઓને વધુ એક ઝટકો, દરરોજની આ વસ્તુના ભાવ વધ્યા

રાજકોટમાં ફરી ગરીબોની કસ્તુરી મોંઘી થઈ છે. રાજકોટમાં છેલ્લા બે દિવસમાં ડુંગળીના ભાવમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં 10થી 15 રૂપિયા કિલો વધારો થયો છે. ડુંગળી હાલ છુટકમાં 30 થી 40 રૂપિયા કિલો વેચાઈ રહી છે.
 
બની શકે કે એક કિલો ડુંગળી માટે તમારે સારી એવી કિંમત ચૂકવવી પડે. મહારાષ્ટ્રના લાસલગાંવને ડુંગળીનું સૌથી મોટું બજાર માનવામાં આવે છે. છેલ્લાં 7 દિવસમાં આ માર્કેટમાં ભાવમાં લગભગ 37 ટકાનો વધારો જોવા મળ્યો છે.
 
એક સમયે ગરીબો માટે કસ્તુરી ગણાતી ડુંગળી હવે આમ આદમીની થાળીમાંથી જ ઓછી થવા લાગે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. રાજકોટમાં હાલ ડુંગળીના છુટક ભાવ રૂપિયા 30 થી 40 પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે અને આવનારા દિવસોમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. તેની પાછળનું કારણ લાલ ડુંગળીના ખરીફ પાકમાં એક મહિનાના વિલંબને માનવામાં આવે છે. ચોમાસાના મહિનામાં ડુંગળીની માંગ પાછલા વર્ષના રવિ પાકથી આવે છે. પરંતુ આ વખતે આ પાકની ગુણવત્તા સારી રહી નથી. મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કરતું રાજ્ય છે.