શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 29 મે 2018 (13:18 IST)

લ્યો આવી ગયુ હવે પતંજલિ SIM કાર્ડ, એવા ફાયદા મળશે જે ક્યારેય વિચાર્યા પણ નહી હોય

યોગ પછી હવે બાબા રામદેવ ટેલીકૉમ બજારમાં પણ એંટ્રી મારી છે. તેમણે સ્વદેશી સિમ લોંચ કરી છે. જેમા તમને એટલા ફાયદા મળશે કે તમે ક્યારેય વિચાર્યુ પણ નહી હોય. 
 
પતંજલિ યોગપીઠે ટેલીકૉમ ક્ષેત્રમાં સ્વદેશીકરણની નવી પહેલ કરી છે. જેના હેઠળ પતંજલિના મુખ્ય સંગઠન ભારત સ્વાભિમાન ન્યાસ, પતંજલિ યોગ સમિતિ, મહિલા પ્રકોષ્ઠ, યુવા ભારત, પતંજલિ કિસાન સેવાના કાર્યકર્તાઓ સાથે સાથે પતંજલિ સ્વદેશી કાર્ડઘારકોને દેશની પૂર્ણ સ્વદેશી ટેલીકૉમ કંપની બીએસએનએલ ન્યૂનતમ ચાર્જ પર એક પ્લાન ઉપલબ્ધ કરાવશે. 
 
આ પ્લાન હેઠળ બીએસએનએલ 144 રૂપિયામાં બધા નેટવર્ક પર અસીમિત કૉલ, રોજ બે જીબી ડેટા, કોઈ રોમિંગ ચાર્જ નહી અને 100 એસએમએસ રોજ કરવાની સુવિદ્યા પ્રદાન કરાવશે  રવિવારે સ્વામી રામદેવે બીએસએનએલની સિમ એક કાર્યક્રમમાં લોંચ કરી. 
આ દરમિયાન તેમણે કહ્યુ કે ભારતને સ્વદેશીના માધ્યમથી આર્થિક મહાશક્તિ બનાવવાન અભિયાનનું આ એક પગલુ છે.  તેમણે કહ્યુ કે પતંજલિના 5000થી વધુ કેન્દ્રો, 600 જીલ્લા, 5000 તહસીલ અને 1 લાખથી વધુ ગામમા ફેલાયેલા અમારા કાર્યકર્તાઓના માધ્યમથી પતંજલિ સ્વદેશી કંપની પૂર્ણ સ્વદેશી નેટવર્ક બીએસએનએલને પ્રચારિત અને પ્રસારિત કરશે. 
અમારો ઉદ્દેશ્ય ટેલીકૉમ ક્ષેત્રની પ્રતિસ્પર્ધામાં પૂર્ણ સ્વદેશી કંપનીને પૂરી તાકત પ્રદાન કરવાનો છે. એટલુ જ નહી બીએસએનએલના 5 લાખ કાઉંટર પર પતંજલિ સ્વદેશી સમૃદ્ધિ કાર્ડ ઉપલબ્ધ કરાવશે.  સ્વામી રામદેવે કહ્યુ કે સ્વદેશી કાર્ડધારકોને સ્વદેશીના ઉત્પાદો પર 10 ટકાની છૂટ મળશે.  સાથે જ કાર્ડધારકને 5 લાખ રૂપિયાનો દુર્ઘટના મૃત્યુ વીમા અને સ્થાઈ વિકલાંગતા પર 2.5 લાખ રૂપિયાનો વીમો મળશે. 
 
આ અવસર પર બીએસએનલ મહારાષ્ટ્રના પીજીએમઈબી સુનીલ કુમાર ગર્ગ કહ્યુ કે પતંજલિ જેવી રાષ્ટ્ર-નિર્માણના કાર્યમાં સંલગ્ન સંસ્થા સાથે જોડાવવુ અમારે માટે ગર્વની વાત છે.  પતંજલિએ સ્વદેશી અભિયાનમાં મહત્વપૂર્ણ કાર્ય કર્યુ છે.