શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 15 જુલાઈ 2021 (08:22 IST)

Petrol Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી લાગી આગ, જાણો આજે કેટલા વધ્યો ભાવ

જાણો કેવી રીતે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ

Petrol Diesel Price Today 15th July 2021:   પેટ્રોલ ડીઝલના ભાવમાં લાગી આગ ત્રણ દિવસ સુધી શાંત રહ્યા પછી આજે એટલે કે ગુરૂવારે ભાવ ભડકી ઉઠ્યા છે. પેટ્રોલિયમ કંપનીઓએ ફરીથી પેટ્રોલની કિંમતમાં વધારો કર્યો છે અને ડીઝલના દરમાં પણ વધારો કર્યો છે. આજે પેટ્રોલ 31-39 પૈસા અને ડીઝલ 15-21 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. આ ફેરફાર પછી, દિલ્હીના ઈન્ડિયન ઓઇલના પંપ પર પેટ્રોલ લિટર દીઠ 101.54 રૂપિયા છે. ડીઝલ પણ અહીં પ્રતિ લિટર 89.87 રૂપિયામાં વેચાઇ રહ્યું છે.
 
 
અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિમંત આ મુજબ છે 
 
મુંબઈમાં આજે પેટ્રોલ રૂ .107.54 અને ડીઝલ રૂ .97.45 પ્રતિ લિટર
કોલકાતામાં આજે પેટ્રોલ 101.74 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લિટર છે
ચેન્નઇમાં આજે પેટ્રોલ રૂ. 102.23 અને ડીઝલ રૂ  94.39 પ્રતિ લિટર
ભોપાલમાં આજે પેટ્રોલ રૂ. 109.97 અને ડીઝલ 98.76 રૂપિયા પ્રતિ લિટર છે
બેંગલુરુમાં આજે પેટ્રોલ રૂ .104.94 અને ડીઝલ રૂ 95.26  રૂપિયા પ્રતિ લિટર
પટણામાં પેટ્રોલ આજે રૂ. 103.91 અને ડીઝલ 95.51 રૂપિયા પ્રતિ લિટર છે
ચંદીગઢમાં આજે પેટ્રોલ 97.64 રૂપિયા અને ડીઝલ 89.5 રૂપિયા પ્રતિ લિટર છે
લખનૌમાં આજે પેટ્રોલ 98.63 રૂપિયા અને ડીઝલ 90.26 રૂપિયા પ્રતિ લિટર છે
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 98.63 પૈસા થયો છે. તો ડીઝલનો ભાવ 96.54 પ્રતિ લિટર છે
ગાંધીનગરમાં પેટ્રોલની કિમંત 98.52 રૂપિયા અને ડીઝલ 96.79  રૂ. પ્રતિ લીટર છે. 
રાજકોટમાં પેટ્રોલની કિમંત પ્રતિ લિટર 98.08  રૂપિયા અને ડિઝલ 96.38 રૂપિયા પ્રતિ લીટર છે 
વડોદરામાં પેટ્રોલની કિમંત પ્રતિ લિટર 98.03 રૂપિયા અને ડિઝલ 96.37  રૂપિયા પ્રતિ લીટર છે 
સુરતમાં પેટ્રોલની કિમંત પ્રતિ લિટર 98.43  રૂપિયા અને ડિઝલ 96.87  રૂપિયા પ્રતિ લીટર છે 
 
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ 
 
પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ રોજ રિવાઈજ કરવામાં આવે છે અને પછી નવી કિંમત સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે  ઘરે બેઠા SMS દ્વારા તમારા નજીકના પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો તેમના મોબાઇલમાંથી RSP સાથે સિટી કોડ દાખલ કરીને 9224992249 પર સંદેશ મોકલશે.
 
શહેર કોડ તમને ઈંડિયન ઓઈલ (IOCL)ની સત્તાવાર વેબસાઈટ પર મળી જશે. મેસેજ મોકલ્યા પછી તમને પેટ્રોલ અને ડીઝલના તાજા ભાવ મોકલવામાં આવશે. આ રીતે BPCL ના ગ્રાહક પોતાના મોબાઈલથી RSP ટાઈપ કરી 9223112222 SMS મોકલી શકે છે. HPCL ના ગ્રાહક HPPrice લખીને  9222201122 પર SMS મોકલી શકે છે. 
 
કેવી રીતે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલના ભવ 
 
ઈંધણની કિમંતો બે મુખ્ય બાબતો પર નિર્ભર કરે છે. એક તો આંતરરાષ્ટ્રીય બજારમાં કૂડ ઓઈલ એટલે કે કાચા તેલની કિમંત અને બીજો સરકાર દ્વારા લગાવવામાં આવતો ટેક્સ. ક્રૂડ ઓઈલના ભાવ પર સરકારનુ કોઈ નિયંત્રન નથી રહેતુ. પરંતુ સરકાર પોતાના સ્તરે ટેક્સમાં વઘઘટ કરી શકે છે. 
 
એટલે કહી શકાય કે સરકાર પોતાની આવક ઓછી કરી ટેક્સમાં છૂટ  આપી જનતાને રાહત આપી શકે છે. દેશમાં પહેલા પેટ્રોલિયમના ભાવનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવતો હતો પરંતુ જૂન 2017થી સરકારે પેટ્રોલિયમના ભાવ પરથી પોતાનુ નિયંત્રણ હટાવી  લીધુ છે અને જણાવ્યુ છે કે આંતરરાષ્ટ્રીય બજારના વઘઘટ પ્રમાણે રોજના ભાવ નક્કી કરવામાં આવશે. 
 
આપણે જે ભાવથી પેટ્રોલ ડીઝલ ખરીદીએ છીએ તેમા 50 ટકાથી વધુ ટેક્સ ઉમેરવામાં આવે છે. જેમા આશરે 35 ટકા એક્સાઈઝ ડ્યુટી અને 15 ટકા રાજ્યોના વેટ અને સેલ્સ ટેક્સનો સમાવેશ થાય છે. ઉપરાંત 2 ટકા કસ્ટમ ડ્યુટી પણ જોડાય છે. આ બધા ઉપરાંત ડીલરનુ કમિશન હોય તો પાછુ જુદુ. દરેક રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કિમંત જુદી જુદી હોય છે. ઉલ્લેખનીય છે કે સરકારે ડીઝલ, કેરોસીન અને એલપીજી કિમંતોનુ નિયંત્રણ પોતાના હાથમાં રાખ્યુ છે.