1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 16 ઑક્ટોબર 2021 (11:47 IST)

Petrol Price Today - આજે ફરી પેટ્રોલની કિમંતમાં વધારો, જાણી લો આજનો ભાવ

Petrol Price Today
પેટ્રોલ ડીઝલના ભાવોએ સામાન્ય નાગરિકની ચિંતા ફરી વધારી છે અમદાવાદમાં પેટ્રોલમાં 34 પૈસા, ડીઝલમાં 38 પૈસાનો વધારો કરાયો છે. આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 101.87 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે 
 
આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે, રોજ વધતા ભાવના કારણે સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે, વાહન ચલાવવા મોંઘ બનતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે પણ પેટ્રોલના ભાવમાં 34 પૈસાનો અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
 
રોજ સવારે 6 વાગ્યે બદલાય છે પેટ્રોલ ડીઝલના ભાવ 
ઉલ્લેખનીય છે કે  IOCL તરફથી રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરવામાં આવે છે. તમે તમારા કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને કે પછી SMS દ્વારા તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો.