ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : સોમવાર, 2 ઑગસ્ટ 2021 (14:52 IST)

e-RUPI: આજે સાંજે પીએમ મોદી લોંચ કરશે, જાણો તેના ફાયદા, કેવી રીતે કરશે કામ અને ક્યા થશે તેનો ઉપયોગ

e-RUPI ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ છે, જેને સંપૂર્ણપણે કેશલેસ અને કોન્ટેક્ટલેસ એટલે કે સંપર્કવિહોણુ બનાવવામાં આવ્યું છે. આ ડિજિટલ પ્લેટફોર્મ ખાતરી કરશે કે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ જ સર્વિસ પ્રોવાઇડરને ચુકવણી કરવામાં આવે  ચાલો જાણીએ કે ઈ-રૂપી શું છે, તે કેવી રીતે કામ કરશે અને તેનો ઉપયોગ ક્યાં થઈ શકે છે.
 
 શું છે ઈ-રૂપિ?
 
e-RUPI  નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ પોતાના યૂપીઆઈ પ્લેટફોર્મ પર નાણાકીય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને નેશનલ હેલ્થ ઓથોરિટીના સહયોગથી વિકસઇત કરવામાં આવ્યો છે. આ  ડિજિટલ પેમેન્ટ માટે સંપૂર્ણપણે કેશલેસ અને સંપર્ક રહિત માધ્યમ છે.
 
શુ છે તેના ફાયદા ?
 
- સિસ્ટમને યુઝ કરનાર  તેમના સર્વિસ પ્રોવાઇડરના કેન્દ્ર પર કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ એક્સેસ કર્યા વિના વાઉચરની રકમને પ્રાપ્ત કરવા માટે સક્ષમ રહેશે. 
 
- ઈ રૂપી કોઈ ફિઝિકલ ઈન્ટરફેસના ડિઝિટલ રીતથી લાભાર્થીઓને વધુ સેવા આપનાર સાથે સેવાઓને પ્રાયોજકોને જોડે છે. 
 
- આ એ પણ સુનિશ્ચિત કરે છે કે ટ્રાંજેક્શન પુરુ થયા પછી જ સર્વિસ પ્રોવાઇડરને ચુકવણી કરવામાં આવે. પ્રી-પેઇડ હોવાથી, કોઈપણ મધ્યસ્થીના હસ્તક્ષેપ વિના સર્વિસ પ્રોવાઇડરને સમયસર ચૂકવણી કરવી શક્ય છે.
 
- આ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન કલ્યાણ સેવાઓની ભ્રષ્ટાચાર-મુક્ત આપૂર્તિ  સુનિશ્ચિત કરવાની દિશામાં ક્રાંતિકારી પહેલ બની શકે છે.

આનો ઉપયોગ માતૃત્વ અને બાળ કલ્યાણ યોજનાઓ, ટીબી નાબૂદી કાર્યક્રમો, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી સ્કીમ હેઠળ દવાઓ અને સારવાર, ઉર્વરક સબસીડી વગેરે યોજનાઓ માટે સેવાઓ પૂરી પાડવા માટે આ કરી શકાય છે.
 
એટલુ જ નહી ખાનગી ક્ષેત્ર પણ પોતાના  કર્મચારી કલ્યાણ અને કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમો હેઠળ આ ડિજિટલ વાઉચર્સનો ઉપયોગ કરી શકે છે.
 
કેવી રીતે કરે છે કામ ? 
 
e-RUPI એક પ્રીપેર ઈ-વાઉચર છે. તે QR કોડ અથવા SMS સ્ટ્રિંગ પર આધારિત ઈ-વાઉચર તરીકે કામ કરે છે, જેને લાભાર્થીઓના મોબાઇલ ફોન સુધી પહોંચાડવામાં આવે છે. વિતરિત. પ્લેટફોર્મ વપરાશકર્તાઓને કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ એક્સેસ વિના વાઉચર કરવાની મંજૂરી આપે છે.  ઈ રૂપી કોઇપણ સેવાઓના સ્પોન્સર્સ કોઈ ફિઝિકલ ઈંટરફેસના ડિજિટલ રીતે સેવાઓના પ્રાયોજકોને લાભાર્થીઓ અને સેવા પ્રદાતાઓ સાથે જોડે છે.