ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (18:30 IST)

બટાકા નિર્યાત કરનાર સૌથી મોટું રાજ્ય છે ગુજરાત, પીએમ મોદીએ કર્યું ગ્લોબલ પોટેટો કોન્ક્લેવનું ઉદઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગાંધીનગરમાં આયોજિત થઇ રહેલા ત્રિદિવસીય ગ્લોબલ પોટેટો કોન્ક્લેવ-2020નું વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા ઉદઘાટાન કરતાં કહ્યું કે ગત બે દાયકામાં ગુજરાત દેશમાં બટાકાન ઉત્પાદન અને નિર્યાતનું હબ બનીને ઉભર્યું છે. વડાપ્રધાને કહ્યું કે બટાકાના ઉત્પાદનમાં ગુજરાત દેશનું નંબર વન રાજ્ય છે અને રાજ્યના ખેડૂતો અભિનંદનને પાત્ર છે. 
 
હાલમાં સૌથી વધુ બટાકા નિર્યાત ગુજરાતથી થાય છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ તથા અન્ય રાજ્યોનું સ્થાન છે. દેશમાંથી લગભગ ચાર લાખ ટન બટાકા નિર્યાત થાય છે, જેમાં લગભગ એક લાખ ટન એટલે કે 25 ટકા બટાકા ગુજરાતથી નિર્યાત કરવામાં આવે છે. ગત 10-11 વર્ષોમાં ભારતનું કુલ ઉત્પાદન 20 ટકાના દરથી વધ્યું છે, તો બીજી તરફ ગુજરાતમાં 170 ટકાના દરથી વધ્યા છે. 
 
વડાપ્રધાને કહ્યું કે ગુજરાતમાં બટાકા ઉત્પાદનની ક્વાંટિટી અને ક્વાલિટીમાં આ વધારો ગત બે દાયકામાં કરવામાં આવેલા નીતિગત નિર્ણય, અને સિંચાઇની આધુનિક અને પર્યાપ્ત સુવિધાઓના કારણે થઇ છે. તેમણે કહ્યું કે સારા નીતિગત નિર્ણયોના લીધે આજે દેશના મોટા બટાકા પ્રોસેસિંગ એકમો ગુજરાતમાં છે અને વધુ બટાકા નિર્યાત પણ ગુજરાતથી થાય છે. 
 
તેમણે કહ્યું કે ગુજરાતમાં કોલ્ડ સ્ટોરેજનો એક મોટું આધુનિક નેટવર્ક છે, જેમાં અનેક વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે જ સુજલામ સુફલામ અને સૌની યોજનાના માધ્યમથી ગુજરાતના તે ક્ષેત્રોમાં પણ સિંચાઇની સુવિધાઓ પહોંચી છે જે એકસમયે દુષ્કાળથી પ્રભાવિત રહેતો હતો. 
 
ભારત, નેપાળ, શ્રીલંકા, ઓમાન, ઇંડોનેશિયા, મલેશિયા, મોરીશસ જેવા દેશોમાં બટાકા નિર્યાત કરે છે. તેમાં સૌથી વધુ નિર્યાત નેપાળમાં થાય છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું બટાકા ઉત્પાદક રાજ્ય છે, જ્યાં લગભગ 140 લાખ ટન બટાકાનું ઉત્પાદન હોય છે. ત્યારબાદ પશ્વિમ બંગાળમાં લગભગ 120 લાખ ટન અને બિહારમાં 90-100 લાખ ટન બટાકાનું ઉત્પાદન થાય છે. 
 
તેમણે જણાવ્યું કે પંજાબ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્વિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં એવા ઉત્પાદન ક્ષેત્રોને ચિન્હિત કરવામાં આવી રહ્યા છે, જે પેસ્ટ ફ્રી જોન છે. એટલે કે જ્યાં બટાકા પર વિનાશકારી કીટનો પ્રકોપ નથી અને ત્યાંના બટકા દુનિયાના દેશોને નિર્યાત કરવામાં આવી શકે છે. તેમણે જણાવ્યું કે દેશમાં બટાકાના નિર્યાતની મોટી સંભાવના છે અને નિર્યાત વધતાં ખેડૂતોને તેમના પાકનું સારો ભાવ મળશે.