ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 6 જૂન 2022 (19:16 IST)

નોટ પર જોવા નહીં મળે ગાંધીજીનો ફોટો ?

200 rs note
સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે ભારતીય ચલણી નોટો પરથી ગાંધીજીની તસ્વીર હટાવી દેવામાં આવશે.  જેને લઈને  ભારતીય રિઝર્વ બેન્ક તરફથી સ્પષ્ટતા સામે આવી છે. ભારતની કેન્દ્રીય બેન્ક અનુસાર આવો કોઈ પ્રસ્તાવ આપવામાં આવ્યો નથી. મહત્વનું છે કે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે રવિન્દ્ર નાથ ટાગોર અને અબ્દુલ કલામના ફોટોવાળી નવી નોટ જલદી જાહેર થઈ શકે છે
 
ભારતીય રિઝર્વ બેંકે સોમવારે કહ્યું કે, દેશમાં ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર બદલવાનો કોઈ વિચાર કરવામાં આવી રહ્યો નથી. આરબીઆઈ વર્તમાન કરન્સી અને બેંક નોટમાં બદલાવ કરવાની યોજના બનવી રહ્યું  હોવાના કેટલા મીડિયામાં આવેલા રિપોર્ટ બાદ આરબીઆઈએ આ સ્પષ્ટતા કરી છે.  આરબીઆઈએ કહ્યું કે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધીના ચહેરાના બદલે અન્ય મહાનુભાવના ચહેરો મુકવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. રિઝર્વ બેંકે આવો કોઈ પ્રસ્તાવ નથી આપ્યો તેવી સ્પષ્ટતા કરી છે અને આ અંગે પ્રેસ રિલીઝ પણ જાહેર કરી છે.આ પહેલા મીડિયા રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંક પ્રથમ વખત કરન્સી પર રવિન્દ્રનાથ ટાગોર અને ડો. એપીજે અબ્દુલ કલામની તસવીર લગાવવાની તૈયારીમાં છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધી ભારતીય ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર જ જોવામાં આવી છે પરંતુ ટૂંક સમયમાં દેશના અન્ય મહાપુરુષોનો ફોટો પણ નજરે પડી શકે છે.