શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (10:34 IST)

RBI એ 10 રૂપિયાના સિક્કાઓને લગતી અફવાઓ અંગે કર્યો મોટો ખુલાસો...

દસ રૂપિયાના સિક્કાને લઈને લોકોમાં કન્ફ્યૂજન રહે છે... રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ ફરીથી તેને દૂર કરવાની કોશિશ કરી છે. બુધવારે આરબીઆઈએ જણાવ્યુ કે માર્કેટમાં દસ રૂપિયાના જેટલા પણ સિક્કા ચાલી રહ્યા છે તે બધા જ કાયદેસર છે. આ માટે આરબીઆઈએ નિવેદન રજુ કર્યુ જેમા કહેવામાં આવ્યુ કે અત્યાર સુધી તેમણે 14 ડિઝાઈનના દસ રૂપિયાના સિક્કા માર્કેટમાં ઉતાર્યા છે અને તે બધા કાયદેસર છે. આરબીઆઈએ કહ્યુ, બધા પ્રકારના સિક્કા ચલણમાં છે. 
 
રિઝર્વ બેંકે કહ્યું કે, અસલી-નકલીના મુંઝવણના કારણે અનેક જગ્યા પર લોકો તથા વેપારીઓ 10 રૂપિયાના સિક્કા લેવાથી ગભરાય છે કે પછી લેવાની ના પાડી દે છે. આરબીઆઈ માત્ર એવાજ સિક્કા ચલણમાં લાવે છે જે સરકારી ટંકશાળામાં ઢાળવામાં આવે છે.
 
Capture આરબીઆઈએ કહ્યું કે આ સિક્કામાં અલગ અલગ ફિચર્સ છે જેથી આ આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક મૂલ્યોના વિભિન્ન પહેલુઓને પ્રદર્શિત કરી શકે અને તે સિક્કાને અલગ અલગ સમયે જારી કરવામાં આવ્યા છે.  દેશના કેન્દ્રીય બેંકે કહ્યું કે, અત્યાર સુધી 10 રૂપિયાના 14 અલગ અલગ ડિઝાઈનવાળા સિક્કા જારી કરવામાં આવ્યા છે. આ તમામ સિક્કા માન્ય છે અને લેવડ-દેવડ માટે સ્વીકાર્ય છે. રિઝર્વે બેન્કે પણ તમામ બેન્કોને પોતાની શાખાઓમાં સિક્કા સ્વીકારવા આદેશ આપ્યો છે.