શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 ઑગસ્ટ 2017 (11:26 IST)

Video દિલ્હી. ગતિની રેસમાં સુપરબાઈકરે જીવ ગુમાવ્યો.. કેમેરામાં કેદ થઈ દુર્ઘટના

દિલ્હીના મંડી હાઉસ પાસે સુપર બાઈક દ્વાર રેસ લગાવી રહેલ એક યુવકનો જીવ જતો રહ્યો. તેનાબે મિત્રો આ દુર્ઘટનામાં ઘાયલ થઈ ગયા છે. આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘયાલોને સારવાર માટે એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલાની યાદી મળ્યા પછી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. 
 
માહિતી મુજબ દિલ્હીના કનૉટ પ્લેસમાં મંડી હાઉસની તરફ ત્રણ બાઈક સવાર સોમવારની રાત્રે રેસ લગાવી રહ્યા હતા  આ ત્રણેય યુવકોના નામ ગાજી, લક્ષ્ય અને હિમાંશુ છે. બાઈસ સવાર જેવા જ લેડી ઈરવિન કૉલેજના ગેટ પાસે પહોંચ્યા તો તેમાથી એક હિમાંશુ પોતાનુ નિયંત્રણ ગુમાવી બેસ્યો. તેની બાઈક દુર્ઘટનાઓ ભોગ બની. 
પોલીસ મુજબ  સમગ્ર ઘટના હિમાંશુના એક મિત્રના હેલમેટમાં લાગેલ કેમેરામાં કેદ થઈ ગઈ. આ ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હિમાંશુ અનેકવાર ભારે ટ્રાફિક વચ્ચે ખતરનાક રીતે બીજા વાહનોને ઓવરટેક કર્યુ. મંડી હાઉસની આગળ જતા જ સુપર બાઈક બેકાબૂ થઈ ગઈ અને જોરદાર ટક્કરે તેનો જીવ લઈ લીધો. 
 
ઉલ્લેખનીય છે કે હિમાંશુ ગાજી અને લક્ષ્ય કોઈ પાર્ટીમાંથી પરત ફરતી વખતે પોતાની બેનેલી ટીએનટી 600 બાઈકથી રેસ લગાવી રહ્યા હતા. લક્ષ્યના હેલમેટ પર કેમેરા લાગ્યો હતો.  જેમા સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. પોલીસે આઈપીસીની ધારા 279 અને 304A હેઠળ આ મામલાનો કેસ નોંધી લીધો છે. મૃતક  હિમાંશુ દિલ્હીના વિવેક વિહારનો રહેનારો છે.