શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 31 મે 2021 (17:35 IST)

PF થી પેમેંટ સુધી... 1 જૂનથી થશે 6 મોટા ફેરફાર, નોકરી કરનારાઓ માટે મોટા સમાચાર

દર મહિને નિયમોમાં ફેરફાર થાય છે. 1 જૂનથી અનેક નિયમ બદલાય રહ્યા છે. જો તમે નોકરી કરનારાઓ છો તો પછી તમારી પર તેની અસર પડી શકે છે. કેટલાક ફેરફાર સીધી તમારા ખિસ્સા પર અસર નાખી શકે છે.  આવામાં આ નિયમો વિશે માહિતી રાખવી ખૂબ જ જરૂરી છે. મુખ્યરૂપે 1 જૂનથી 6 મોટા ફેરફાર થવાના છે. 
 
PF એકાઉંટ-Aadhaar સાથે લિંક કરવા જરૂરી 
 
EPFO ના નવા નિયમ મુજબ દરેક ખાતાધારકનુ PF એકાઉંત Aadhar Card સાથે લિંક થવુ જોઈએ. આ કામની જવાબદારી નિમણૂંક કરનારની રહેશે. મતલબ એમ્પોલોયર પોતાના કર્મચારીઓને કહે કે તે પોતાનુ PF એકાઉંતના આધારથી વેરીફાઈ કરાવે. જો 1  જૂન સુધી કોઈ કર્મચારી આવુ કરવામાં નિષ્ફળ રહેશે તો તેને અનેક પ્રકારનુ નુકશાન થઈ શકે છે. જેવુ PF ખાતામાં આવનારા તેનુ એમ્લોયર યોગદાન પણ રોકી શકાય છે. EPFO ની તરફથી આ અંગે એક નોટિફિકેશન પણ રજુ કરવામાં આવ્યુ છે. 
 
BoB બદલશે પેમેંટની રીત 
 
બેકિંગ સેવામાં પણ ફેરફાર થવાનો છે. બેંક ઓફ બરોડા ગ્રાહકો માટે 1 જૂન 2021થી ચેકથી પેમેંટની રીત બદલાશે. દગાખોરીથી બચવા માટે બેંક દ્વારા ગ્રાહકો માટે પોઝિટિવ કન્ફર્મેશન અનિવાર્ય કર્યુ છે. BoB ના અધિકારીઓનુ કહેવુ છે કે ગ્રાહકોને પોઝિટિવ પે સિસ્ટમથી  ચેકની ડિટેલ્સને ત્યારે રિકન્ફર્મ કરવી પડશે, જ્યારે તે 2 લાખ રૂપિયા કે તએનાથી વધુના બેંક ચેક રજુ કરશે.  આ માહિતી SMS, મોબાઈલ એપ, ઈંટરનેટ બેકિંગ કે ATM દ્વારા આપી શકાય છે. 
 
Google Photos નો ઉપયોગ ફ્રી નહી રહે 
 
વીડિયો અને ફોટોઝનુ બૈકઅપ માટે Goolge Photesનો ઉપયોગ કરો છો. પહેલી જૂનથી ગૂગલ ફોટોઝ કે વીડિયોઝ અપલોડ કરવા માટે પૈસા આપવા પડશે. અત્યાર સુધી આ સેવા ફ્રી હતી, પણ હવે એ જૂનથી પેમેંટ વગર ફોટોઝ અપલોડ નહી કરી શકો. 
 
ગૂગલ ફોટોઝના પ્લાન્સની વાત કરીએ તો અહી મંલી અને વાર્ષિક પ્લાન મલી જશે.  100GB માટે 149 રૂપિયા દર મહિને કે 1499 રૂપિયા એક વર્ષના આપવા પડશે.  200 GB માટે 219 રૂપિયા દર મહિને કે 2199 રૂપિયા દર વર્ષે આપવા પડશે. 2TB સ્પેસ માટે 749 રૂપિયા દર મહિને કે 7500 રૂપિયા એક વર્ષના આપવા પડશે. 
 
LPG સિલેંડરની કિમંતમાં થઈ શકે છે ફેરફાર 
 
નવા મહિનામાં રસોઈ ગેસ (LPG)ની કિમંતોમાં ફેરફારની શક્યતા છે, કારણ કે સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલે તારીખને LPG ની કિમંતોની સમીક્ષા કરે છે. આવામાં 1 જૂનથી LPG ના ભાવમાં વધારો થઈ શકે છે કે પછી રાહત પણ મળી શકે છે. 
 
બંધ રહેશે ઈનકમ ટેક્સ વેબસાઈટ 
 
1 થી 6 જૂન સુધી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટનુ ઈ-ફાઈલિંગ (http://incometaxindiaefiling.gov.in) કામ નહી કરે, આવકવેરા વિભાગની તરફથે 7 જૂનના રોજ ટેક્સપેયર્સ માટે ઈનકમ ટેક્સ ઈ-ફાઈલિંગનુ નવુ પોર્ટલ લૉન્ચ કરશે. જેનુ નામ http://INCOMETAX.GOV.IN રહેશે.  આવકવેરા વિભાગ નિદેશાલય મુજબ ITR ભરવાની સત્તાવાર વેબસાઈટ 7 જૂન 2021 થી બદલાઈ જશે. 
 
YouTubeની કમાણી પર ટેક્સ 
 
યુટ્યુબથી કમાણી કરનરાઓને 1 જૂનથી ઝટકો લાગવાનો છે. હવે યુટ્યુબથી થનારી કમાણી પર લોકોને ટેક્સ આપવો પડશે. જો કે તમને ફક્ત એ જ વ્યુઝનો ટેક્સ આપવો પડશે, જે અમેરિકી વ્યુઅર્સ તરફથી મળ્યા છે.  આ પોલીસી 1 જૂન 2021 થી શરૂ કરવામાં આવશે.