1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 26 માર્ચ 2022 (14:18 IST)

Smartphone થી Refrigerator સુધી, જાણો 1 એપ્રિલથી શું થશે સસ્તું અને શું થશે મોંઘું

1 લી ફેબ્રુઆરીના રોજ Budget 2022 નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું.  આમાં ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે કેટલાક પગલા લેવામાં આવ્યા છે, જેની અસર તમારા ખિસ્સા પર પડશે. બજેટમાં દેશમાં ઈલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદનને વધારવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા 
 
અમેરિકન પેઢી  Grant Thornton અનુસાર,સરકારના આ પગલાની અસર સામાન્ય લોકો પર પડશે. દેશમાં 1 એપ્રિલ, 2022થી ઘણી ઇલેક્ટ્રિક વસ્તુઓની કિંમતો વધી શકે છે અને ઘણાના ભાવ પણ ઓછા થશે. ચાલો જાણીએ કે કઈ વસ્તુઓને અસર થશે. 
 
સ્માર્ટફોનની કિંમત
 
સરકારે મોબાઈલ ફોન (Mobile Phone)  સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ પરની ડ્યુટી ઘટાડી દીધી છે. નવા બજેટમાં સરકારે મોબાઈલ ફોન ચાર્જર, ટ્રાન્સફોર્મર, કેમેરા લેન્સ મોડ્યુલ અને અન્ય વસ્તુઓ પરની ડ્યુટી કાપવામાં આવી છે. આના કારણે, સ્માર્ટફોનની ઉત્પાદન કિંમતમાં ઘટાડો થશે અને બ્રાન્ડ્સ ગ્રાહકોને રાહત આપવા માટે ફોનની કિંમતમાં ઘટાડો કરવામાં આવી શકે છે. 
 
 
Smartwatch અને Fitness Band સસ્તું થશે
 
સ્માર્ટફોન અને ચાર્જરની જેમ, 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા બજેટમાં, સરકારે સ્માર્ટવોચ સંબંધિત કેટલાક પાર્ટ્સ પરની કસ્ટમ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો છે. મેન્યુફેક્ચરિંગ કંપનીઓને આનો સીધો ફાયદો મળશે, ત્યારબાદ સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.
 
Wireless Earbuds થશે મોંઘા  
 
જો તમે વાયરલેસ ઇયરબડના શોખીન છો, તો તમને આ માહિતી ગમશે નહીં. બજેટમાં વાયરલેસ ઈયરબડમાં ઉપયોગમાં લેવાતા કેટલાક પાર્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી છે. આનાથી ઉત્પાદન ખર્ચમાં વધારો થશે અને બ્રાન્ડ્સ તેમની કિંમતમાં વધારો કરશે. આવી સ્થિતિમાં ગ્રાહકોએ નેકબેન્ડ... હેડફોન, વાયરલેસ ઈયરબડ માટે વધુ પૈસા ખર્ચવા પડશે.
 
પ્રીમિયમ હેડફોન અનેRefrigerator પણ  થશે મોંઘા 
 
હેડફોનની સીધી આયાત પર ડ્યુટી વધારી દેવામાં આવી છે. વધેલી ડ્યુટી 1 એપ્રિલ, 2022થી લાગુ થશે, જેનો અર્થ છે કે ગ્રાહકોએ પ્રીમિયમ હેડફોન માટે પણ વધુ પૈસા ખર્ચવા પડશે. બીજી તરફ, સરકારે કોમ્પ્રેસરમાં વપરાતા ભાગો પર આયાત ડ્યુટી વધારી દીધી છે, તેથી દેશમાં રેફ્રિજરેટરની કિંમતો પણ 1 એપ્રિલ, 2022 થી વધી શકે છે.