ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (10:18 IST)

શેરબજારનો નવો રેકોર્ડ: પ્રથમ વખત સેન્સેક્સ 62100 અને નિફ્ટી 18600ને પાર

ભારતીય શેરબજારોએ આજે માર્કેટ ખુલતાની સાથે જ નવો રેકોર્ડ બનાવ્યો છે. સવારે 9.26 કલાકે સેન્સેક્સ 348 અંક વધી 62113 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 104 અંક વધી 18581 પર કારોબાર કરી રહ્યો છે.
 
શેરબજારમાં આજે ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે. છેલ્લાં બે દિવસથી શેરબજારમાં તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે. જેને કારણે રોકાણકારોની દિવાળી પહેલાં દિવાળી શરૂ થઈ ગઈ છે.
 
 સવારે 9.26 કલાકે સેન્સેક્સ 348 અંક વધી 62113 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 104 અંક વધી 18581 પર કારોબાર કરી રહ્યો છે. ખાસ કરીને બજાજ ફિનસર્વ, HCL ટેકના શેરમાં ધરખમ તેજી જોવા મળી રહી છે.