અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત સહિત અનેક દેશોથી આવનારા આયાત પર નવા ટૈરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી વૈશ્વિક વેપાર અને ભારતની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડી શકે છે. ટ્રમ્પનુ આ પગલુ તેમની અમેરિકા ફર્સ્ટ નીતિનો ભાગ છે. જેના હેથ ળ તેઓ અમેરિકી હિતોને પ્રાથમિકતા આપવા માંગે છે પણ તેનો ભારત જેવા દેશો પર શુ પ્રભાવ પડશે ? આવો આ પાંચ સવાલો દ્વારા સરળ ભાષામાં સમજીએ.
પ્રશ્ન 1 - ટ્રમ્પે ભારત પર કેટલો ટૈરિફ લગાવ્યો છે અને તેનુ શુ કારણ છે ?
જવાબ - ટ્રમ્પે ભારતથી અમેરિકા આવનારા સામાનો પર 26% ટૈરિફ લગાવવાનુ એલાન કર્યુ છે. તેનો મતલબ છે કે ભારતથી અમેરિકાને નિકાસ થનારી દરેક વસ્તુ પર વધારાનો 26% ટેક્સ આપવો પડશે. જેનાથી સામાન મોંઘો થઈ જશે. ટ્રમ્પનુ કહેવુ છે કે ભારત અમેરિકા સાથે યોગ્ય વ્યવ્હાર નથી કરી રહ્યુ. તેમણે કહ્યુ ભારત ખૂબ મુશ્કેલ દેશ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારા સારા મિત્ર છે. પણ તેઓ અમારી પાસેથી 52% ટૈરિફ લે છે જે ઠીક નથી. ટ્રમ્પનુ માનવ છે કે ભારત અને બીજા દેશ અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યા છે તેથી તેઓ તેને રોકવા માંગે છે.
વિસ્તૃત વ્યાખ્યા - ટ્રમ્પનુ આ નિવેદન તેમની જૂની ફરિયાદ બતાવે છે કે અનેક દેશ અમેરિકી સામાનો પર મોટો ટૈરિફ લગાવે છે. જ્યાર કે અમેરિકા આવુ નથી કરતુ. તેઓ તેને અયોગ્ય વેપાર માને છે અને તેને સંતુલિત કરવા માટે આ પગલુ ઉઠાવી રહ્યા છે.
પ્રશ્ન 2 - આ ટૈરિફથી ભારતના કયા ક્ષેત્રો પર સૌથી વધુ અસર પડશે ?
જવાબ - આ ટૈરિફથી ભારતના અનેક મોટા નિકાસ ક્ષેત્રો પ્રભાવિત થશે જેમા સામેલ છે
રત્ન અને આભૂષણ - ભારત અમેરિકાને દર વર્ષે લગભગ 9.9 બિલિયન રૂપિયાના આભૂષણ નિકાસ કરે છે. ટૈરિફથી આ મોંઘુ થઈ જશે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઓટો પાર્ટ્સ - આ ભારતનો મોટો નિકાસ ક્ષેત્ર છે જે હવે મોંઘા થવાથી ઓછા પ્રતિસ્પર્ધી બની શકે છે.
કૃષિ ઉત્પાદ - ઝીંગા, બાસમતી ચોખા અને ભેંસનુ માંસ જેવા ઉત્પાદો પર પણ અસર પડશે
એંજીનિયરિંગ સામાન - ઓટો પાર્ટ્સ, વીજળી ઉપકરણ અને મશીનરી ભારતનો સૌથી મોટો નિકાસ ક્ષેત્ર છે અને આ પ્રભાવિત થશે.
વિસ્તૃત વ્યાખ્યા - વિશેષજ્ઞોનુ અનુમાન છે કે ભારતથી અમેરિકામાં થનારી નિકાસ 30-33 બિલિયન ડૉલર (ભારતની જીડીપીનો 0.8-0.9%) સુધી ઓછો થઈ શકે છે. તેનાથી નોકરીઓ અને અર્થવ્યવસ્થા પર દબાણ વધશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ને વ્યાજ દરો ઓછી કરવી પડી શકે છે જેથી અર્થવ્યવસ્થાને મદદ મળે.
પ્રશ્ન 3 - શુ આ ટૈરિફથી ભારતને કોઈ ફાયદો પણ થઈ શકે છે ?
જવાબ - હા કેટલાક ફાયદા પણ થઈ શકે છે. ટ્રમ્પે ભારત પર 26% ટૈરિફ લગાવ્યો છે જે ચીન (54%) અને વિયેતનામ(46%) જેવા દેશોથી ઓછો છે. તેનો મતલબ છે કે ભારતના કેટલાક ઉત્પાદ જેવા કે કપડા અને ટેક્સટાઈલ, અમેરિકામા આ દેશોની તુલનામાં સસ્તા રહી શકે છે. સાથે જ આ ભારતને યૂરોપ, આસિયાન (દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો) અને આફ્રિકા. યુરોપિયન યુનિયન સાથે ભારતનો મુક્ત વેપાર કરાર પણ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે, જે યુએસ બજારના નુકસાનની ભરપાઈ કરી શકે છે.
વિસ્તૃત વ્યાખ્યા : જો ભારત અમેરિકાથી અન્ય દેશોમાં પોતાનો વેપાર ખસેડે છે, તો તે લાંબા ગાળે ફાયદાકારક બની શકે છે. આનાથી ભારતની એક દેશ પરની નિર્ભરતા ઓછી થશે અને વૈશ્વિક વેપારમાં તેનું સ્થાન મજબૂત થશે.
પ્રશ્ન 4 - ભારત સરકરે આ ટૈરિફ પર શુ પ્રતિક્રિયા આપી છે ?
જવાબ - ભારત સરકારે સટીક પ્રતિક્રિયા આપી છે. વાણિજ્ય મંત્રાલયે કહ્યુ - અમે અમેરિકાની સાથે વેપાર વધારવા માટે વાતચીત કરી રહ્યા છીએ. બંને દેશો વચ્ચે એક મોટો વેપાર સમજૂતી જલ્દી પૂરી કરવાની કોશિશ ચાલુ છે. ભારત પહેલા જ અમેરિકાને ખુશ કરવા માટે અનેક પગલા ઉઠાવી ચુક્યુ છે. જેવુ કે 8500 ઔદ્યોગિક વસ્તુઓ પર આયાત ચાર્જ ઘટાડવો અને અમેરિકી બોર્બન વ્હિસ્કી અને હાર્લે ડેવિડસન મોટરસાઈકલો પર ટૈરિફ ઘટાડવો.
વિસ્તૃત વ્યાખ્યા - ભારતની કોશિશ છે કે ટ્રમ્પની સાથે વિવાદથી બચવામાં આવે અને વાતચીતથી રસ્તો કાઢવામાં આવે. પણ જો અમેરિકા પોતાની જીદ પર અડગ રહ્યુ તો ભારતને જવાબી ટૈરિફ લગાવવો પડી શકે છે. જેનાથી બંને દેશોના સંબંધો તનાવપૂર્ણ હોઈ શકે છે.
પ્રશ્ન 5 - આ ટૈરિફની વૈશ્વિક વેપાર પર શુ અસર પડશે ?
જવાબ - ટ્રમ્પના આ પગલાથી વૈશ્વિક વેપારમાં મોટો ફેરફાર આવી શકે છે. યૂરોપીય સંઘ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ચીન જેવા દેશ તેનો જવાબ પોતાના ટૈરિફથી આપી શકે છે. જેનાથી ટ્રેડ વૉર (વેપાર યુદ્ધ) શરૂ થઈ શકે છે. તેનાથી અમેરિકા એકલુ પડી શકે છે. કારણ કે 2022 માં વૈશ્વિક વેપારનો ફક્ત 13.4% તેની સાથે થયો હતો, જ્યારે કે 87% વેપાર બાકી દેશો વચ્ચે થયો. ભારત માટે આ તક છે કે તે યૂરોપ, આસિયાન અને આફ્રિકા સાથે પોતાના સંબંધો મજબૂત કરે. બીજી બાજુ ચીન આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને પોતાની સ્થિતિ મજબૂત કરી શકે છે.
વિસ્તૃત વ્યાખ્યા - જો બધા દેશ ટૈરિફ વધારવા માંડ્યા તો સામાન મોંઘો થશે, વેપાર ઓછો થશે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે. ભારત જેવા વિકાસશીલ દેશોને સાવધાનીથી પગલુ ઉઠાવવુ પડશે જેથી તેઓ અ સંકટમાં ફસાય જવાને બદલે તેનો ફાયદો ઉઠાવે.
ટ્રમ્પનો ટેરિફ ભારત માટે પડકાર અને તક બંને છે. આ ભારતના અર્થતંત્ર માટે ફટકો હોઈ શકે છે, પરંતુ જો ભારત યોગ્ય રણનીતિ અપનાવે, જેમ કે નવા બજારો શોધવા અને અમેરિકા પરની તેની નિર્ભરતા ઘટાડવા, તો તે આ પરિસ્થિતિમાંથી વધુ મજબૂત રીતે બહાર આવી શકે છે. આવનારા દિવસો બતાવશે કે ભારત અને અમેરિકા વચ્ચેનો આ વેપાર તણાવ કઈ દિશામાં જાય છે.