જીમ જાવ પણ ધ્યાન રાખો આ 8 વાતો ....
સૌ પહેલા - કોઈપણ વયના લોકો કસરત કરી શકે છે પણ એ પહેલા એ નક્કી કરવુ જરૂરી છે કે તમારુ શરીર કસરત માટે તૈયાર છે. આવા લોકો જે જીવનમાં ક્યારેય જીમ ગયા નથી તેમને ટ્રેનર પાસેથી મૂળ વાત સમજી લેવી જોઈએ. આવુ ન કરતા અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
વોર્મ અપ
કોઈપણ પ્રકારની મુશ્કેલ કસરત કરતા પહેલા શરીરને એ માટે તૈયાર કરવુ જરૂરી છે. આ માટે હલકી ફુલકી જોગિંગ કરી શરીરનું તાપમાન વધારો. ત્યારબાદ કસરત કરતા શરીર પર વધુ દબાણ નથી આવતુ અને મગજ સતર્ક રહે છે.
રફ્તાર
કસરતની ગતિ અને તીવ્રતા ધીરે ધીરે જ વધારો. અચાનક જ મુશ્કેલ શ્રમવાળી કસરત કરવા લાગવી શરીર માટે યોગ્ય નથી. શરીરના અણગમતા ભાગ પર કારણવગરના દબાવથી દુખાવો અને માંસપેશીયો ઘાયલ થવાની સમસ્યા થઈ શકે છે.
દરરોજ નહી
વિશેષજ્ઞ અઠવાડિયામાં ત્રણવાર જીમ જવાને યોગ્ય માને છે. શરીરને કસરત કર્યા પછી કઈક ખાલી દિવસ પણ જોઈએ. તેનાથી ધીરે ધીરે વજન ઘટાડવામાં મદદ કરે છે. શરીરને તેની ક્ષમતાથી વધુ થકાવવુ પણ યોગ્ય નથી.
કપડા અને જૂતા
ખૂબ જરૂરી છે કે કસરત દરમિયાન કપડા અને જૂતા અનુકૂલ હોય. કપડા ક્યાથી પણ ફીટ કે શરીર પર દબાણ નાખનારા ન હોવા જ્જોઈએ. જો કસરત દરમિયાન જૂતા યોગ્ય નથી તો પગની માંસપેશીયો ઘાયલ થઈ શકે છે. શક્ય હોય તો આ વસ્તુઓ સ્પોર્ટ્સ અને કસરત માટે વસ્તુઓ બનાવનારી દુકાનો કે બ્રાંડથી જ લો.
મશીનોની મદદ
જો તમે જીમમાં કોઈ મશીનને ઉપયોગમાં લઈ રહ્યા છો તો પહેલા તેના ઉપયોગની યોગ્ય માહિતી ટ્રેનર પાસેથી સીખી લો. મશીનો ખોટી રીતે ઉપયોગમાં લેવાથી શરીરને નુકશાન પહોંચે છે. આ મશીનોનો ઉપયોગ મોટાભાગે પેટ, હિપ્સ જાંધ પીઠ અને હાથની ટોનિંગ માટે કરવામાં આવે છે.
પાણી પીવો
કસરત દરમિયાન પરસેવો વહેવો એ સારુ છે. પણ ધ્યાન રાખો કે તેનાથી શરીરમાં પાણીની કમી ન થઈ જાય. તેથી જરૂરી છે કે પર્યાપ્ત પાણી પીતા રહો. પાણીની કમી થવાથી ચક્કર પણ આવી શકે છે. પણ ધ્યાન રાખો કે આ પાણી ખાંડવાળુ ન હોય.
સાવધાન રહો
કસરત ઉપરાંત આ વાતનું ધ્યાન રાખવુ પણ જરૂરી છે કે શરીરની કસરત કે પ્રત્યે પ્રતિક્રિયા શુ છે. શરૂઆતમાં દુખાવો થવો સ્વાભાવિક છે પણ આદત થઈ જતા કસરત પછી શરીર દુખતુ નથી. જો આવુ થઈ રહ્યુ છે તો તેનો મતલબ છે કે કંઈક ગડબડ છે. ટ્રેનરની સલાહ લો.
સાથે
જીમમાં અનેકવાર ગ્રુપ ક્લાસ પણ થાય છે. આમા એક જુદો જ આનંદ છે. તમે એકબીજાને જોઈને વધુ મોડા સુધી સહેલાઈથી કસરત કરી શકો છો. બીજાના અનુભવથી ઘણું બધુ સીખવાનુ મળે છે.