શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 5 મે 2020 (19:42 IST)

બોડીને રિફ્રેશ જ કરવાની સાથે Fats પણ ઓછુ કરે છે લસણની ચા, કેવી રીતે બનાવશો જાણો

શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા અને અનેક પરકારના સંક્રમણથી બચ્યા રહેવા માટે મોટાભાગના પરિવાર રસોઈ બનાવતી વખતે  લસણનો વપરાશ કરે છે. લસણ માત્ર ખાદ્યપદાર્થોનો સ્વાદ વધારતો જ નથી પરંતુ સ્વાસ્થ્યની સાથે તમારી સુંદરતા જાળવવામાં પણ મદદ કરે છે. આયુર્વેદમાં, લસણને 'ચમત્કારી  દવા' પણ કહેવામાં આવે છે. જો તમે પણ આયુર્વેદની આ ચમત્કારી દવાનો ઉપયોગ તમારા મેદસ્વીપણા અને શુગરને ઘટાડવા માંગતા હોય, તો આજથી તમારા આહારમાં લસણની ચા શામેલ કરો.  ચાલો જાણીએ લસણના ફાયદા શું છે અને તેમાંથી ચા બનાવવાની સાચી રીત.
 
જાડાપણું
લસણની ચા પીવાથી વ્યક્તિ ખૂબ જ ટૂંકા સમયમાં તેનું મેદસ્વીપણું ઘટાડી શકે છે. લસણની ચા શરીરના મેટાબોલિઝમમાં વધારો કરીને ધીમે ધીમે વધારાની  ચરબી ઘટાડવામાં મદદ કરે છે. એટલું જ નહીં, લસણની ચા પીવાથી વ્યક્તિ અનેક પ્રકારના ચેપથી પણ દૂર રહે છે.
 
બ્લડ પ્રેશર
લોહીને પાતળું કરવા માટે ડોકટરો વારંવાર તેમના દર્દીઓને ખાલી પેટ લસણ ખાવાની સલાહ આપે છે. લસણ લોહીને પાતળું કરે છે અને લોહીનો પ્રવાહ જાળવે છે. જેના કારણે વ્યક્તિનું બ્લડ પ્રેશર સામાન્ય રહે છે.
 
ડાયાબિટીસ
દરરોજ લસણની ચા પીવાથી વ્યક્તિ શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર ઘટાડીને ડાયાબિટીઝ જેવા રોગોથી દૂર રહે છે. લસણમાં હાજર એન્ટી ઓકિસડન્ટો શરીરમાં ઇન્સ્યુલિન બનાવવામાં પણ મદદ કરે છે.
 
ફૂડ પોઇઝનીંગ સામે લડવામાં મદદગાર-
લસણમાં એન્ટીબાયોટીક્સ કરતા ફૂડ પોઇઝનિંગ બેક્ટેરિયા સામે લડવા અને ફૂડ પોઇઝનિંગ સામે લડવામાં સો ગણી વધુ શક્તિ છે.
 
લસણની ચા બનાવવાની રીત
લસણની ચા બનાવવા માટે, પહેલા એક ગ્લાસ પાણી ઉકાળો અને તેમાં આદુ અને લસણના થોડાક  ટુકડાઓ ઉમેરો. હવે આ લસણ-આદુનું પાણી 15 મિનિટ માટે ઢાંકીને ઉકળવા દો પછી ગેસ બંધ કરો. પાણીને થોડું ઠંડુ કર્યા પછી તેને ગાળી લો. હવે તેમા એક ચમચી ઓર્ગેનિક મધ અને એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરી લો. તમે ચાહો તો તેને ગાર્નિશ કરવા થોડા ફુદીનાના પાન પણ નાખી શકો છો. તમારી લસણની ચા તૈયાર છે.