આત્મધાતી હુમલામાં વિકલાંગોનો ઉપયોગ

લંડન | ભાષા| Last Modified સોમવાર, 26 મે 2008 (14:32 IST)

બ્રિટનની ગુપ્ત સેવા એમ.આઈ-5એ દાવો કર્યો છે કે આત્મધાતી હુમલો કરાવવા માટે ઈસ્લામી આતંકવાદી માનસિક રૂપે વિકલાંગ વ્યક્તિઓની ભરતી કરી રહ્યા છે.

એજેંસીના મુજબ માનસિક રૂપે વિકલાંગ વ્યક્તિઓને સરળતાથી પટાવી શકાય છે. તેમના પર શક થવાની શક્યતા પણ ઓછી રહે છે. જો તેઓ શ્વેત ધર્માતરિત મુસલમાન છે તો બ્રિટનમા તેમના પર શક થવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે.

ગુપ્ત સેવાના આતંકવાદ વિરોધી વિભાગના એક અધિકારીએ 'સંડે ટાઈમ્સ' ને જણાવ્યુ કે વિકૃત કલ્પના છે, પરંતુ તે એવા લોકોનો ઉપયોગ કરી રહ્યા છે, જે માનસિક રીતે અસામાન્ય છે.
અમે જાણીએ છીએ કે તે લોકો તેમને ઉગ્ર બનાવવાનો પ્રયત્ન કરે છે, અને જેને ઈચ્છે તેને પોતાના પ્રભાવમાં લાવી શકે છે. પછી ભલે તે કોઈ વિકલાંગની બૌધ્ધિક શક્તિ ઓછી હોય કે વધુ.

બીજા સુરક્ષા અધિકારીઓનો દાવો છે કે ઓસામા બિન લાદેનની આતંકી નેટવર્ક 'અલ કાયદા'એ ઈરાકન માનસિક રૂપે વિકલાંગ લોકોને નિશાનો બનાવવાની કલ્પના મોકલી છે. ગઈ ફેબ્રુઆરીએ એક વિકલાંગે ઈરાકી જનરલની ઉત્તરી બગદાદમાં આવેલ સમારામા હત્યા કરી દીધી હતી.


આ પણ વાંચો :