1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2008 (17:53 IST)

ઓસ્ટ્રેલિયાના નાગરિકત્વ માટે પરિક્ષા

નવી દિલ્હી(ભાષા) ઓસ્ટ્રેલિયામાં નાગરિકત્વ મેળવવા માટે ભારતીય મુળના લોકોને લેખીત પરીક્ષા આપવી પડશે. દેશની નાગરિકતા માટે આવેદકને અંગ્રેજી ભાષાનુ જ્ઞાન તથા ઓસ્ટ્રેલિયાના નાગરિકના હકો તથા ફરજો જાણવી આવશ્યક હોઈ આ પરીક્ષા લેવામાં આવશે તેવુ સૂત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.

કેન્દ્ર સરકારે આજે જણાવ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયાએ પાછલા વર્ષથી નાગરિકતા સંબંધી પરિક્ષણ શરૂ કરી દીધુ છે. આ અંગે ભારતના વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ રાજ્યસભામાં જણાવ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયા સરકારે 1 ઓક્ટોબર 2007થી નાગરિકતા સંબંધી અધિનિયમમાં સુધારો લાવવાની શરૂઆત કરી છે. જોકે, તેનાથી ભારતીય મૂળના લોકોને પ્રતિકુળ પ્રભાવ પડે તેમ નથી. પરંતુ ઓસ્ટ્રેલિયાયી નાગરિકતા સંશોધન પરિક્ષણ અધિનિયમ 2007 મુજબ ઓસ્ટ્રેલિયાની નાગરિકતા માટે આવેદન કરનારને એક પરિક્ષા પાસ કરવી પડશે. આ પરીક્ષા લેવા પાછળનુ મુખ્ય કારણ એ છે કે, આવેદકને અંગ્રેજી ભાષાનુ જ્ઞાન છે કે કેમ તથા તેને ઓસ્ટ્રેલિયાના નાગરિકના હકો તથા તેની ફરજો વિષે જ્ઞાન છે કે કેમ?