Last Modified: વોશિંગ્ટન , શનિવાર, 31 જાન્યુઆરી 2009 (10:12 IST)
કાશ્મીર હોલબ્રુકના એજંડામાં નથી: અમેરિકા
બધી જ મુદ્દાઓને વિરામ આપતાં અમેરિકાએ ગઈ કાલે સ્પષ્ટ કર્યું હતું કે કાશ્મીર તેમના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિશેષ દૂત રિચર્ડ હોલબ્રુકના એજંડામાં નથી.
વિદેશ વિભાગના પ્રવક્તા રોબર્ટ વૂડે કહ્યું હતું કે અમે પહેલાં પણ જણાવ્યું હતું કે કાશ્મીર રાજદૂત હોલબ્રુકના દાયિત્વમાં નથી જઈ રહ્યું. અમે આ ખુબ જ સ્પષ્ટ કરી દિધું હતું.
કાશ્મીર વિશે અમેરિકી મીડિયામાં આવી રહેલ પરસ્પર વિરોધાભાસી સમાચાર દરમિયાન આ સ્પષ્ટીકરણ આવ્યું છે.