1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 27 ઑગસ્ટ 2012 (18:17 IST)

ચીનનાં લોકોનો આંકડાકીય અંધવિશ્વાસ

ચીનનાં લોકો અંકશાસ્ત્રમાં નિપુણ હોવાનું માનવામાં આવે છે પરંતુ, તેમના આ નીપુણતા પાછળ અંધવિશ્વાસ પણ છૂપાયેલો છે તેવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આંકડાનું ગજબ જ્ઞાન ધરાવતા ચીનનાં નાગરિકો કેટલાક અંકોને અશુભ માને છે. જેથી તેઓ અશુભ અંકોથી દૂર રહેવાનું વધુ પસંદ કરે છે. બીજીંગ જેવા અત્યાધુનિક શહેરોમાં રહેતા સુશિક્ષીત લોકોમાં પણ આવી ગેરમાન્યતાઓ પ્રચલિત છે. તાજેતરમાં થયેલા અભ્યાસ અનુસાર, ચીનનાં બીજીંગ શહેરની અનેક બહુમાળી ઈમારતોમાં ચોથો, આઠમો અને ત્રેવીસમો માળ હોતો જ નથી. અંધવિશ્વાસને પગલે આવી ઈમારતોમાં ત્રીજા મજલા પછીનાં માળનો અંક ચોથો લખવાને બદલે તેઓ પાંચમો કરી દે છે. તેવી જ રીતે સાતમા મજલા પછીનાં માળનો આંકડો નવમો કરી દેવાય છે.